________________
( ૭ ). ખાણ લઈ લીધા. ભાવનગરમાં ચાલી રહેલ આ પ્રવૃત્તિથી વળામાં વસનાર પિતા અમીચંદ તદ્દન અજાણ હતા; છતાં તેમના બંધુ ઠાકરશીભાઈને કાને ઉપરની વાત શ્રી કુંવરજીભાઈ દ્વારા પહોંચી ચૂકેલી. ઠાકરશીભાઈ પણ વૃદ્ધિચંદ્રજીમહારાજના ચુસ્ત ઉપાસકેમાંના એક હતા. ગુરુદેવ, જબરા હીરાપારખુ હતા એવી તેમને પાકી ખાતરી હોવાથી, તેઓશ્રીની કારવાઈમાં તે પૂર્ણ પણે સાથ આપતા. કુંવરજીએ મેટ્રિક પાસ કરી “વળા” માં પગ મૂક્યો ત્યારે વળા દરબારે તેમ જ દિવાનસાહેબે શરસ્તેદારની નોકરી આપવાનું કહ્યું, પણ જેના જીવનનું વહેણ જ્યાં જુદી દિશા પ્રતિ વહેતું હતું તે કેમ એને સ્વીકાર કરે ? જે કે આવી તક જતી કરવાથી પિતાજીને દુઃખ લાગેલું. એકાંતમાં એ સંબંધી વાતચિત ચાલતાં કુંવરજીનું વલણ દીક્ષા તરફ છે એમ જણાઈ આવ્યું. એ સંબંધી ખુલાસાવાર વાત દુકાને આવી કરવાની આજ્ઞા થઈ. કુંવરજીએ પણ બધી વાતને ઘટસ્ફોટ દુકાને જઈ કરી વાળવાનું નક્કી કર્યું.
ગ્રીષ્મઋતુને સમય, મધ્યાહ્ન કાળ, ધરતી ધોમ તાપે ધખી રહેલી–એ વેળા અન્ય કંઈ કાર્ય ન હોવાથી તકીએ અઢેલી આડા પડેલા અમીચંદશાહે વાત ઉખેળી. કુંવરજીએ પણ વિનીતપણે અથથી ઇતિ સુધી ખ્યાન કરી પોતાને ભાગવતી દીક્ષા લેવી જ છે એવો સ્પષ્ટ વિચાર રજૂ કર્યો.
ખેલ ખલાસ. પિતાજી ઉશ્કેરાઈ ગયા. લાંબા સમયની તેમની ધારણા છૂળ મળતી જાણું ગુસ્સામાં ત્રાડ પાડી બોલ્યા–“આટઆટલા કષ્ટો વેઠી, પૈસા ખરચી, મેં આ સારુ તને ભણાવ્યો? હવે રળી ખવરાવવાનો વખત આવે ત્યારે તું દીક્ષાની વાત