Book Title: Lekh Sangraha Part 02 Author(s): Karpurvijay Smarak Samiti Publisher: Karpurvijay Smarak Samiti View full book textPage 8
________________ અમીચંદ અને માતા લક્ષ્મીબાઈના બીજા સંતાન. પુત્રી પછી પુત્રને જન્મ એ નારીવૃંદમાં મેંઘેર મનાય છે. બાળક કુંવરજીનું ભાવી અને હસ્તની રેખાઓ જ એના ઉજજવળ ભાવિની સાક્ષી પૂરતાં હતાં. હીરૂમાં તથા વાલજી દાદાના લાડકોડમાં કુંવરજી છ વર્ષનો થયો. ત્રણ “વ” માંના બેની ઓથે તો કુંવરજીને જન્મતાં જ પ્રાપ્ત થઈ હતી. “વળા” ગામ પાછળ વલભીપુરનો જે ઈતિહાસ દટાયેલો પડ્યો છે એનાથી આજે પણ નાનકડું વળા” ઇતિહાસના પાને ચઢયું છે અને જીવંત બન્યું છે. વાલા” વૈદને હાથ અડક્યો કે દરદીને આરામ થયો એ સૌભાગ્ય જેવું તેવું ન ગણાય. ભાવિ કપૂરવિજયજીના જીવનમાં આમ જન્મભૂમિ ને જનકની યશરેખાઓના છુપા ચમકારા પથરાયા હતા. એમાં શાંતમૂર્તિ વૃદ્ધિચંદ્રજી મહારાજને સમાગમ થયે. દૂધમાં સાકર ભળ્યા જેવું થયું. એ ત્રીજા ‘વ’કારે કુંવરજીભાઈના જીવનમાં એ પલટે આર્યો કે જેથી સંસારી મટી એ સાધુ થયા. કપૂરવિજય નામ સારાયે ભારતવર્ષમાં ચારે ખૂણે કપૂર સમ સુવાસ ફેલાવી સાર્થક્ય કર્યું. એ કેમ બન્યું તે પ્રતિ નજર કરીએ. અભ્યાસ અને દીક્ષા– સ્મરણશક્તિની સતેજતાથી એક પણ વર્ષ નકામું ગુમાવ્યા વિના કુંવરજીએ ગુજરાતી છ ધોરણ તેમજ અંગ્રેજી ચાર ધારણ વળા માં પસાર કર્યા. આગળ ભણવાની જિજ્ઞાસા હોવાથી તેમ જ અભ્યાસનું ધોરણ ઉચ્ચ પ્રકારનું હોવાથી પિતાએ પણ ભાવનગરમાં એરડી રાખી, લક્ષ્મીબાઈની દેખરેખ હેઠળ શિક્ષણ ચાલુ રખાવ્યું. કુંવરજીએ ચાર વર્ષમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 376