Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 9
________________ ( ૬ ) દરમિયાન માતા લક્ષ્મીબાઇની પ્રેરણાથી પર્વ દિવસે મુનિ શ્રી વૃદ્ધિચંદ્રજીમહારાજના વ્યાખ્યાનમાં તે જવા લાગ્યા. ધીમેધીમે પરિચય વધ્યા ને કુવરજીભાઇને જૈન ધર્મના તત્ત્વની પિછાન કરવાના રંગ લાગ્યા. તિથિ આશ્રયી વ્રત-નિયમ કરવા માંડ્યા અને રાત્રિના, સમય મેળવી ગુરુચરણ સેવામાં ઉપસ્થિત થવાનુ શરૂ કર્યું. ગુરુદેવે સામાન્ય પરિચયથી જ આવા ઉત્તમ પાત્રની પરીક્ષા કરી લીધી; એટલે જિજ્ઞાસુ આત્માને સાષ થાય તેવી ઢબે કુંવરજી જોડે ધ ચર્ચા કરવા માંડી, એમાં અમરચંદ વારા તથા કુવરજીભાઇના સાથ મળ્યા. આ ગાછીનુ એક પરિણામ એ આવ્યું કે કુંવરજીનું હૃદય વધુ પ્રમાણમાં ત્યાગીજીવન પ્રતિ ઢળતું ગયું. ઇંગ્લીશ શિક્ષણની કાઇ પૂરી અસર ન થતાં જ્ઞાનપિપાસા બેહદ વધી ગઇ. એવામાં એક બનાવ એવા બન્યા કે જેનાથી કુંવરજીની સંસારવાસના નિર્મૂળ છેદાઈ ગઈ. જનનીની જોડ સખી નવી જડે રે ’ એ સ્વર્ગસ્થ કવિશ્રી મેાટાદકરના કથનથી જેનુ અંતર વાસિત હતું એવા કુંવરજી મૂળથી માતૃભક્ત હતા. એમાં ભાવનગરના વસવાટે પ્રગાઢતા આણી. આવી પૂત્મ્ય માતાની પ્રસૂતિ સમયની તીવ્ર વેદના અને મૃત્યુ જોઇ સંસારી જિંદગી પર ત્રાસ ફૂટ્યો. ત્યારથી જ મનમાં ગાંઠ વાળી દીધેલી કે આ ઝેરી જીવન મને ન ખપે, ' એક તરફ મેટ્રિકની પરીક્ષા પાસ કરવાની તૈયારી ચાલુ હતી. બીજી તરફ વિગયત્યાગ-ઉકાળેલુ પાણી પીવુ. સચિત્તત્યાગ સમી ધર્મક્રિયાએ પણ અમલમાં આવી રહી હતી. ઉપરના બનાવ પછી તા કુંવરજીએ ચાથા વ્રતના પણ પચ્ચ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 376