________________
ધૂળના ઢગલામાં જેમ રત્ન, જંગલી પ્રાણી તથા ઝાડીવાલા કુંજમાં જેમ મકાન, વૃક્ષ વિનાની મરુભૂમિમાં જેમ વૃક્ષની ગાઢ છાયા અને મૂર્ખતા રૂપી ફૂલોના બગીચા જેવા ગામડામાં જેમ વાણી કુશળોનો મેળાવડો ભાગ્યે જ પ્રાપ્ત થાય છે તેમ ક્લેશથી ઉભરાતા આ સંસારમાં નિર્મળ બુદ્ધિ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. ૧૦ના
હે ભવ્યાત્મા ! મુક્તિવધૂને ભોગવવાનું જો તારું મન હોય તો દાનાદિ સત્કાર્ય, કષાયોનો વિજય’, માતા-પિતા તથા ગુરુ અને દેવોની પૂજા૧૧, વિનયર, ન્યાય૩, ચુગલીનો ત્યાગ, સજજનોનો સંગ", હૃદયની શુદ્ધિ, વ્યસનોનો ત્યાગ, ઈન્દ્રિયોનું દમન, અહિંસાદિ ધર્મોનું પાલન ર૯ તથા ગુણોને ૦, વૈરાગ્યને ૧ અને વિવેકનેર પ્રાપ્ત કર ૧૧ાા
પંડિત પુરુષોએ પવિત્ર પાત્રમાં આપેલું ધન (દાન) ઉત્તમ ક્ષેત્રમાં વાવેલા બીજની જેમ લાભપ્રદ થાય છે, ચંદ્ર જેમ ચાંદનીને વ્યક્ત કરે તેમ તે કીર્તિને વ્યક્ત કરે છે. સૂર્ય જેમ તેજને ઉત્પન્ન કરે તેમ તે પવિત્ર ગુણોને ઉત્પન્ન કરે છે. મેઘ જેમ જલને આપે તેમ તે સુખને આપે છે અને યુવા અવસ્થા જેમ સૌન્દર્યની શોભાને વધારે તેમ તે દાન ચતુરાઈને વધારે છે. I૧૨ાા