________________
જ્યાં શુદ્ધ પુણ્યમાં તત્પર એવા માત-પિતાની ભક્તિ કરાય છે ત્યાં નદીઓની શ્રેણિ જેમ સાગર પાસે આવે તેમ લક્ષ્મી સ્વયં આવે છે. વૃક્ષની ટોચ પર રહેલા આવાસમાં જેમ પંખીઓ વસે તેમ ત્યાં ભોગો વસે છે તથા પાણીમાં જેમ કમળોની શ્રેણિ વિસ્તારને પામે તેમ ત્યાં આરાધના વિસ્તારને પામે છે. પરા.
સોભાગી એવા માત-પિતાના ચરણની પૂજા કરવાથી જે વિશુદ્ધિ પ્રગટે છે એવી વિશુદ્ધિ તીર્થના પાવન જલથી સ્નાન કરવાથી, સિદ્ધાત્માના શુદ્ધ જાપથી, સુંદર આચરણથી, સિદ્ધાંત શ્રવણનો શ્રમ કરવાથી, સંપત્તિનો ત્યાગ કરવાથી કે પછી ઘણા વ્રતો કરવાથી પણ પ્રગટતી નથી. પલા
આ કલિયુગમાં માતા-પિતાની પ્રતિદિન જે સુંદર ભક્તિ કરવામાં આવે છે તેને અમે રણ પ્રદેશમાં દેવગંગા પ્રગટી હોય, ગરીબના ઘરમાં મનોવાંછિતને આપનારી કામધેનું પ્રવેશી હોય અને મરુભૂમિમાં કલ્પવૃક્ષ પ્રગટ થયું હોય એવું માનીએ છીએ. //પ૪ll