________________
Cી શકે
જેનું મુખ કરોડો કામીપુરુષોના મુખમાંથી પડતા થુંકની કુંડી સમાન છે, જેની છાતી ચંડાલાદિ જનસમાજના હાથના પ્રહારનું પાત્ર છે તથા જેનું શરીર ઘણી ભુજાઓના ગાઢ આલિંગનથી ભ્રષ્ટ(ક્ષીણ) થયેલું છે એવી ધોબીની શિલા સમી વેશ્યાઓમાં કોણ પ્રેમ ધારણ કરે? ૧૦૬ાા
જેમ રતિવડે કામદેવને, પાર્વતીવડે શંકરને, ઈન્દ્રાણીવડે ઈન્દ્રને, લક્ષ્મીવડે વિષ્ણુને, રોહિણીવડે ચન્દ્રને, અને સીતાવડે રામને આલિંગન કરાય છે તેમ ગણિકાવડે કોઢિયાને પણ ધનની ઈચ્છાથી બન્ને હાથવડે આલિંગન કરાય છે. ૧૦૭
વેશ્યાગમન કરનારો માણસ ક્યારેક બહેન અને માતા પ્રત્યે પણ મોહિત થાય છે. અનેક લોકોવડે સેવાયેલી તે વેશ્યાઓમાં કરેલી આસક્તિ શું શુભ માટે થાય ? (ન જ થાય) ૧૦૮ના