________________
| દુર્જનતા કીર્તિનો નાશ કરે છે. અજ્ઞાનીનો સંગ મોટાઈનો નાશ કરે છે. મહારોગ શરીરનો નાશ કરે છે. કુપુત્ર નિર્મળ કુળનો નાશ કરે છે. ચિંતા મનની પ્રસન્નતાનો નાશ કરે છે. કામાસક્ત પુરુષ સ્ત્રીના શીલનો નાશ કરે છે. કપટ પુણ્યનો અને અધમપણું ગુણોનો નાશ કરે છે પરંતુ જે માણસોએ આ જગતમાં ચોરી કરીને ધન મેળવ્યું છે તેઓએ તો આ બધાનો જ નાશ કર્યો છે. I૧૪ રા.
જે લોકોએ અન્યના ધનને લઈને (ચોરીને) પોતાના ઘરમાં લક્ષ્મીની પૂર્ણતા ઈચ્છી છે તેઓએ સર્પોના વિષમ વિષને ખૂબ ખાઈને જીવિતને ઈચ્છયું છે. સાગરના ખારા પાણીને પીને તરસ છીપાવવાની ઈચ્છા રાખી છે તથા આંખોમાં ભાલાની અણીને નાંખીને આંખની ચળનો નાશ ઈયો છે. ll૧૪૩
સ્ત્રીઓના ભરાવદાર સ્તનો ઉપર જેમ હાર, કેડ ઉપર જેમ કંદોરો, ગાલ ઉપર જેમ કુંડલ અને આંખોમાં જેમ કાજળ ભૂષણરૂપ થાય છે તેમ કીર્તિનો નાશ કરનાર નહી આપેલા પરધનનો ત્યાગ કરનારા પુણ્યશાળી પુરુષોના ચરણની રજ પૃથ્વીના ભૂષણરૂપ થાય છે. ૧૪૪ના