________________
You
નીતિયુક્ત વ્યવસાય, શ્રેષ્ઠ પત્ની, હંમેશા નમ્ર પુત્રો, સુંદર વિચારવાળા સ્વજનો (મિત્રો કે ભાઈઓ), સ્મૃતિસંપન્ન બુદ્ધિ, પ્રશંસાપાત્ર વંશ, અતિ ઉત્તમ તેજ, મધુર વાણી અને દેદીપ્યમાન દેહ આ બધો ધર્મનો જ પ્રભાવ છે. એમ જ્ઞાનીઓએ પ્રસન્નતા પૂર્વક કહ્યું છે. ।।૧૭૮।।
જેઓ શાસ્ત્રોથી શાસ્ત્રજ્ઞોના, બળથી બળવાનોના, લક્ષ્મીથી લક્ષ્મીવાનોના, શીલથી શીલસંપન્નોના, ગુણોથી ગુણસંપન્નોના અને બુદ્ધિથી બુદ્ધિશાળીઓના ગુરુ છે અને વળી મારા પણ ગુરુ છે એમ માનીને અકબર બાદશાહે જેમની “જગદ્ગુરુ’” એ પ્રમાણેની વિશ્વાનંદકરી પ્રખ્યાતિ કરી છે એવા ચંદન, ચન્દ્ર, મોતી, શ્વેતકમળ અને હિમાલય પર્વત જેવી ઉજ્વળ કીર્તિના વધતા કિરણોથી દિશાઓને શણગારનારા, પ્રૌઢ પદવીને પામનારા અને કલ્યાણની લક્ષ્મીવાળા મુનિઓમાં હીરા સમાન વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના મનોહર સામ્રાજ્યમાં પંડિત શ્રીહેમવિજયજી ગણિએ આ સૂક્તાવલી રચી છે. ।।૧૭૯-૧૮૦
=