________________
અહો ! ચોરીનું મહાત્મ્ય વચનાતીત છે કારણ કે ચોરીનું ધન લેનારાઓના ઘરમાં અર્થને બદલે અનર્થ આવે છે. ।।૧૪૫
જેઓ હાથવડે સાગરને તરે છે. પગવડે આકાશમાં ભમે છે. બખ્તર અને બાણ વિના યુદ્ધ કરે છે તથા ભયંકર અટવીમાં ફરે છે તેવા કુશળ લોકો આ વિશ્વમાં અસંખ્યાતા છે પરંતુ સ્ત્રીઓના પરિચયથી જેઓનું મન પવિત્ર રહે તેવા તો કો'ક વિરલા જ હોય છે. ।।૧૪૬।।
જેમ આગીયાઓથી સૂર્ય, કુતરાઓથી એરાવણ હાથી, હરણીયાઓથી સિંહ, રાક્ષસોના સમૂહથી ઈન્દ્ર, સર્પોથી ગરુડ તથા પવનના સમૂહથી મેરુગિરિ ચલિત થતો નથી તેમ સ્ત્રીઓવડે જેનું હૃદય ચલિત થતું નથી તેવા શૂરવીરને નમસ્કાર થાઓ. ।।૧૪૭।।