Book Title: Kasturi Prakar
Author(s): Punyapalsuri
Publisher: Parshwabhyuday Prakashan

View full book text
Previous | Next

Page 129
________________ સૌજન્યરૂપી પિતા, સમતારૂપી માતા, ઉદારતારૂપી ભાઈ, પવિત્ર બુદ્ધિરૂપી પત્ની, ગુણોના સમૂહરૂપી મિત્રો, લજ્જાની સોબતરૂપી પુત્ર, સરળતારૂપી બહેન, દયારૂપી દીકરી અને મમતારૂપી માસી અત્યંત આનંદના ઘર જેવા સજ્જનોના આવા કુટુંબને બુદ્ધિશાળીઓએ કહ્યું છે. I૧૭૨ા. અરિહંત પરમાત્માની પૂજા, વિરતિધરોને વંદના, સજ્જનોનો સત્સંગ, આગમોનું શ્રવણ, સંપત્તિનું દાન અને જીવોની દયા શિષ્ટપુરુષોએ મોક્ષનો (કલ્યાણનો) આ માર્ગ કહ્યો છે. I૧૭૩ના N ઉજ્વળ કીર્તિ, શ્રેષ્ઠ વિદ્યા, શુદ્ધ (ન્યાય સંપન્ન) સમૃદ્ધિ, સુંદર રૂપ, સૌભાગ્ય પ્રાપ્તિ, અને નિર્મળ કુળ આ છએ ધર્મ (વૃક્ષ)ના ફળો છે. ૧૭૪ો.

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140