________________
જેમ સૂર્યથી અધિક બીજું કોઈ તેજસ્વી નથી, સમુદ્રથી અધિક બીજું કોઈ જલવાનું નથી, પવનથી અધિક બીજું કોઈ ચંચળ નથી, યમરાજથી અધિક બીજું કોઈ દુષ્ટ નથી, અગ્નિથી અધિક બીજું કોઈ ક્ષુધાતુર નથી અને કામદેવથી અધિક બીજું કોઈ ચોર નથી તેમ દોષોથી ભરેલા પરિગ્રહથી અધિક બીજું કોઈ પાપનું સ્થાનક નથી. II૧૫૪ો.
વૃક્ષને કંપાવતા કલ્પાંતકાલના વધતા પવનની જેમ જે ધર્મધ્યાનને કંપાવે છે, કમલિનીને મૂળથી ઉખેડતા ગજરાજની જેમ જે પ્રીતિને મૂળથી ઉખેડે છે તથા ચન્દ્રને આચ્છાદિત કરતા રાહુની જેમ જે કુશળતાને આચ્છાદિત કરે છે એવો પરિગ્રહ મદ્યપાનની જેમ કદીપણ પ્રશંસાને પામતો નથી. ૧૫૫ા.
તુંબડાઓમાં, ધનુષ્યોમાં અને મોતીઓમાં આરોપિત થયેલી દોરીના (ગુણના) મહિમાને જોઈને લોભી માણસ સોનું મેળવવાનો જેવો પ્રયત્ન કરે તેવો પ્રયત્ન બુદ્ધિશાળીઓએ ગુણો મેળવવા માટે કરવો જોઈએ. I૧૫૬ાા