________________
શિS@
આ કલિયુગમાં ચિંતનસભર વચનો વડે ચિત્તમાં આશ્ચર્ય ઉપજાવનારા વિદ્વાન પુરુષો ઘણા છે. યુદ્ધની પ્રવૃત્તિમાં ઉત્સુકતાવાળા શૂરવીરો પણ હજારો છે તથા ઘણા ધનનું દાન આપનારા કલ્પવૃક્ષ જેવા દાનવીરો પણ સ્થળે સ્થળે છે પરંતુ જેમનું પવિત્રતારૂપી ધન ઈન્દ્રિયરૂપી ચોરો દ્વારા ચોરાયું નથી એવા તો કો'ક જ વિરલા છે. ||૧૩૦ના
.
જેમ ઈન્દ્રનું વાહન ઐરાવત હાથી છે, કૃષ્ણનું વાહન ગરુડ છે, કુબેરનું વાહન પુષ્પક વિમાન છે, મહાદેવનું વાહન બળદ છે, કાર્તિકેયનું વાહન મોર છે તથા ગણપતિનું વાહન ઉંદર છે તેમ પંડિતોએ શિવમાર્ગે જવા માટે ધન્યપુરુષનું વાહન દયા કહ્યું છે. ll૧૩૧//
જેને જીવો ઉપર દયા કરી છે તેને વિધાતાએ સાગર પાસેથી ગાંભીર્યને લઈને, કુબેર પાસેથી ધન લઈને, મહાદેવ પાસેથી ઐશ્વર્યને લઈન, કામદેવ પાસેથી સૌન્દર્યને લઈને, વિષ્ણુ પાસેથી લક્ષ્મી લઈને, ધ્રુવ પાસેથી દીર્ઘ આયુષ્ય લઈને, અશ્વિનીકુમારો પાસેથી સુખ-સૌભાગ્યને લઈને તથા વ્યાસ પાસેથી સામર્થ્યને લઈને બનાવ્યો છે. ૧૩રા
6
Kી
0 MILL
હો
(