________________
પરસ્ત્રીમાં રક્ત પુરુષ વિલાસ સમયે અત્યંત ભયભીત હોવાથી કામના પ્રપંચમાં યોગ્ય હાસ્ય, ગાઢ આલિંગન, સુખપૂર્વક આંખ મીંચીને ઉરોજકમળ પર હસ્તક્ષેપ કે સ્થિરતાથી ઓષ્ઠ બિંબને ચૂમી શકતો નથી તેથી તેવી પરસ્ત્રીની કામના પણ કરવા જેવી નથી. ll૧૨૧ાા
જે પતિને નગરના લોકોની સમક્ષ મહોત્સવપૂર્વક મા-બાપે પોતે આપેલો છે તથા જેને પોતાનો હાથ તેના (પતિના) હાથમાં આપીને અગ્નિની સાક્ષિએ વરેલો છે એવા પતિને તજીને જે સ્ત્રી બીજા કામી પુરુષને ઇચ્છે છે તે સ્વચ્છંદાચારી સ્ત્રી ખરેખર પોતાની શી રીતે થાય? I૧૨૨ા.
જે પરસ્ત્રીના સંગથી સુપ્રખ્યાત અને સંપૂર્ણ એવો પણ ચંદ્ર અન્યના (રાહુના) પરાભવરૂપી અંધકારથી ગ્રસ્ત થાય છે તથા કલંકરૂપી પંકથી આચ્છાદિત થાય છે. માટે નીચજનોની પ્રવૃત્તિમાં જેમ સજ્જનપુરુષો પ્રીતિવાળાનથાયતેમ આરંભમાંજ આનંદ આપનારી તથા સ્વચ્છંદ રીતે ફરનારી એવી પરસ્ત્રીઓમાં કયો ઉત્તમ બુદ્ધિમાન માણસ પ્રીતિવાળો થાય? I૧૨૩ાા