________________
જે અતિદુષ્ટ લોકોએ ચોરી કરી છે તેઓએ વિશ્વના લોકો સાથે વૈર કર્યું છે. કીર્તિ સાથે કલહ કર્યો છે. ઉભય લોકના કાર્યો સાથે દ્વેષ કર્યો છે. આનંદ સાથે વિયોગ કર્યો છે. સુખ સાથે નારાજગી કરી છે. પ્રાણ સાથે અપ્રીતિ કરી છે. પ્રિય સાથે અબોલડા કર્યા છે. ધર્મની ઈચ્છા સાથે દ્રોહ કર્યો છે તેમજ વિશ્વાસ સાથે હઠ કરી છે. I૧૧૮
ઉલ્લભાયમાન થતા ગુણોના સમૂહ રૂપી બગીચાને બાળવા માટે દાવાનળ સમાન ચોરીને જેઓએ છોડી છે તેઓની કીર્તિ શ્વેતકમળ, ચન્દ્ર, મોગરાની કળી અને કપૂરના સમૂહ જેવી ઉજ્વળ શોભે છે. તેઓની ર્તિ પરમાનંદથી શોભતી પવિત્રતાની પરબ સમી શોભે છે તથા તેઓનો દેહ કામરાજરૂપી ચન્દ્રના ગર્વને ગ્રસિત કરવા માટે રાહુ જેવો શોભે છે. ૧૧૯ો.
અપકીર્તિની વિસ્તરતી વેલડીને વધારવામાં મેઘ જેવી, દૌભગ્ય-દૈન્યરૂપી કમળને વિકસાવવા માટે સૂર્ય જેવી, વિશ્વાસરૂપી વાદળોને વિખેરવા માટે પવન જેવી તેમજ પાપોના પ્રવાહ જેવી ચોરીને હે પ્રાણી ! તું છોડી દે. ૧૨૦ના