________________
જેમાં ખેચર-જલચર અને સ્થલચર પ્રાણીઓને હણનારાઓના ત્રણ ભવના સુકૃતો નાશ પામે છે એવા આપત્તિઓના સમૂહરૂપ શિકારને કયો બુદ્ધિશાળી માણસ કુતૂહલતાથી પણ આચરે? ।।૧૧૫।।
જે ચોરી કરનારને પહેલા તો લાકડી આદિવડે માર પડે ત્યાર બાદ માથું મુંડાવવું પડે ત્યારબાદ ગધેડા પર બેસવાનો આડંબર અને પછી લોકોની ગાળોને સહન કરવી પડે ત્યારબાદ શૂળી ઉપર ચઢવું પડે અને ત્યારબાદ દુર્ગતિમાં ગમન થાય. ચોરીનું આચરણ કરનારના આવા ચરિત્રને વિચારી તેનો ત્યાગ કોણ ન કરે? ।।૧૧૬।।
મનુષ્યના જે બાહ્ય પ્રાણો છે, નિર્મળ યશ છે, પવિત્ર કુળાચાર છે, અનુપમ મહત્તા અને શ્રેષ્ઠતા છે તથા જે કળાની ક્રીડા છે તેમજ અદ્વિતીય રૂપ છે એવા ધનને જેઓએ લીધું છે (ચોર્યું છે) તેઓએ તેનું આ બધુ પણ હરી લીધું છે. ।।૧૧૭।।