________________
સ્વજન જેમ પ્રેમથી, સરોવર જેમ કમળોથી, અને સેના જેમ ઉછળતા ઘોડાઓથી શોભે છે. વળી સ્ત્રીના હાથ જેમ કંકણોથી, નગરી જેમ મહેલોથી અને નૃત્ય જેમ (તાતાકૈથે) ઈત્યાદિક લયોથી શોભે છે તથા ઘોડો જેમ ઝડપથી, સભા જેમ પંડિતોથી, મુનિ જેમ શાસ્ત્રોથી, શિષ્યસમૂહ જેમ વિનયથી અને કુળ જેમ પુત્રોથી શોભે છે. તેમ રાજા ન્યાયથી શોભે છે. IT૭૩ાા.
નીતિ એ કીર્તિરૂપી સ્ત્રીના ક્રીડાનું સ્થાનક છે અને પ્રસિદ્ધિની ધુરાને વહન કરનારી છે. નીતિ એ પુણ્યરૂપી રાજાની અતિપ્રિય રાણી છે અને લક્ષ્મીનો મેળાપ કરાવનારી છે. નીતિ એ સદ્ગતિના માર્ગમાં રહેલા દીપકની જ્યોતિ છે અને કલ્યાણની બહેનપણી છે તેમજ નીતિ એ પ્રીતિની પરંપરાને ઉત્પન્ન કરનારી અને વિશ્વાસનું સ્થાનક છે. ll૭૪ll.
D
પૂજ્યની પૂજા, દુષ્ટમાણસનો તિરસ્કાર, ધર્મિઓ સાથે સરળ વ્યવહાર, સ્વામી આગળ વાસ્તવિક વાણી, અયોગ્ય વર્તનનો ત્યાગ, પોતાના સગાઓ સાથે પ્રીતિ, સજ્જનોનો સંગ, ધર્મકૃત્યનું કરવાપણું, પરાક્રમીઓ સાથે સ્નેહ અને દીન-અનાથ જીવો પર ઉપકાર કરવો આ સજ્જનોનો માર્ગ જાણવો. T૭પા.