________________
પરસ્ત્રીગમન કરનારો પુરુષ જેમ બીજાની પત્નિને ઈચ્છે છે તથા ચોર જેમ બીજાના વૈભવને ઈચ્છે છે તેમ માંસ ભક્ષણમાં લુબ્ધ થયેલો મનુષ્ય માંસથી પુષ્ટ થયેલા પશુને ખાવાને ઈચ્છે છે. ૧૦૦ના
ધર્મનો ધ્વંસ કરવામાં ધુરંધર એવા મદ્યપાનથી ઉન્મત્ત થયેલા માનવો માટે સેવકજન સ્વામીભાવને પામે છે અને સ્વામીજન સેવકભાવને પામે છે. શત્રુ મિત્રભાવને પામે છે અને મિત્ર શત્રુભાવને પામે છે તેમજ માતા પત્નીભાવને પામે છે અને પત્ની માતૃભાવને પામે છે. ૧૦૧ાા
મદિરાપાન કરનારો માણસ નહી આપવા યોગ્ય આપે છે. નહી લેવા યોગ્ય લે છે. નહી ગાવા યોગ્ય ગાય છે. નહી પીવા યોગ્ય પીવે છે, નહી જીતવા યોગ્યને જીતે છે અને નહી લઈ જવા યોગ્યને લઈ જાય છે મદ્યપાન કરનારો ન કરવા યોગ્ય શું નથી કરતો? (બધુ જ અયોગ્ય કરે છે) ૧૦૨ાા