________________
- બીજા અભુત પક્વાન્નોને છોડીને જેઓ માંસનું ભક્ષણ કરે છે. તેઓ મોતીના મનોહર હારને છોડીને સર્પને ગળામાં ધારણ કરે છે. ચન્દ્ર જેવા ધવલ દૂધને છોડીને મૂત્રને પીવે છે તથા કપુર અને મોગરાના ફુલ જેવા ઉજ્વળ ચંદનને મૂકીને શરીરે રાખ ચોળે છે. I૯૭ી
જે મૂર્ખ માણસ પ્રાણીઓના માંસને ખાઈને દયા કરવાની ઈચ્છા રાખે છે, ત્રસ્ત બુદ્ધિવાળો તે માણસ પોતાની જાતને ગાઢ એવી જ્વાળાઓથી ભયંકર અગ્નિમાં નાખીને શીતલતાની ઈચ્છા રાખે છે, ખોળામાં ઝેરી સાપને ધારણ કરીને તે જીવિતની ઈચ્છા રાખે છે તેમજ ઘણી કંજુસાઈ કરીને તે કીર્તિની કામના રાખે છે. I૯૮ાા
જેમ ઝેર ખાવાથી ચેતના, મદિરાપાનથી ડહાપણ, આળસના સમાગમથી વિદ્યા, અભિમાનથી ગુણોનો સમૂહ, સ્ત્રીના (વિજાતીય) પરિચયથી શીલ અને માનસિક સંક્લેશથી ધ્યાનની એકાગ્રતા નાશ પામે છે તેમ માંસનું ભક્ષણ કરવાથી પ્રભુપૂજા-પવિત્રતા આદિ બધા જ પુણ્યો નાશ પામે છે. ૯૯ાા