________________
યુવાનોના ચિત્તમાં જેમ ચંચળ નેત્રવાલી સ્ત્રી પ્રિય હોય છે તેમ તે આત્મપ્રિયજનો ! તમને પાપપુણ્ય, હિત-અહિત, પ્રિય-અપ્રિય, કશ્ય-અકથ્ય, ધ્યેય-અધ્યેય તથા શુભ-અશુભને પ્રગટ કરવામાં ચતુર એવા વિવેકમાં જો પ્રીતિ (રતિ) હોય તો તેના અભંગરાગમાં આસક્ત તમે સત્સંગને સેવો. ll૮રા
સજ્જનોની સંગતિ કીતિને નવપલ્લવિત કરે છે. પાપને ચૂરી નાખે છે.આલ્હાદને ખીલવે છે. પરિશ્રમને અટકાવે છે. બુદ્ધિના વૈભવને ઉત્પન્ન કરે છે. શત્રુઓને નષ્ટ કરે છે. પુણ્યનો ઢગલો કરે છે. સુંદર વિચારને આપે છે અને ભયને ઢાંકી દે છે. આ રીતે કલ્પવલ્લીની જેમ સજનોની સંગતિ તરત જ શું નથી આપતી? (બધુ જ આપે છે) ૮૩ાા.
જેમ સૌરભસભર પુષ્પોના સંગથી સુતરના તાંતણાને રાજાઓ મુગુટમાં ધારણ કરે છે. તેમ તિરસ્કૃત વ્યક્તિ પણ વિસ્તૃત જ્ઞાનની સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવનારા સજ્જનોના સંગથી ઉંચી પદવીને પામે છે. ૮૪