________________
| વિનીત એવા પશુઓ પણ પ્રેમનું ભાજન થાય છે તેથી કાર્યકુશળ માણસોએ આ વિનયનો જ સ્વીકાર કરવા જેવો છે. ૭૦ના
ઈન્દ્રધનુષ્ય જેવા અલ્પજીવી પ્રાણો અને સંપત્તિઓ ભલે ચાલી જાય, પરપોટા જેવા ક્ષણિક અને ચંચળ એવા પિતા-પુત્ર-મિત્ર-પત્ની પ્રમુખ સ્વજનો પણ ભલે ચાલ્યા જાય અને પર્વતમાંથી નીકળતી નદીના વેગ જેવા અસ્થિર શરીરના તારુણ્યાદિ ગુણો પણ ભલે ચાલ્યા જાય પરંતુ કીર્તિના ક્રીડાંગણ જેવો નીતિરૂપી પ્રિયાનો સંગ ચિરકાળ સુધી રહો. ૭૧
નદીનો પ્રવાહ જેમ ઉપાય વિના જ નીચી જમીન (ઢાળ) તરફ જાય છે તેમ લક્ષ્મીનો સમૂહ પોતાની મેળે જ ન્યાયવંત પાસે જાય છે. કરા.