________________
હે પ્રિય મિત્ર ! તું જો પાપોનો નાશ કરવાને ઇચ્છતો હોય, શત્રુના માથે પગ મૂકવાને ઈચ્છતો હોય, ક્લેશનો ધ્વંસ કરવાની અભિલાષાવાળો હોય, બધા પાપો ને વિદાય આપવાની ઈચ્છાવાળો હોય, અપકીર્તિને દૂર કરવાને ઈચ્છતો હોય, તથા પરભવમાં પગલે પગલે લક્ષ્મીને મેળવવાની ઈચ્છા રાખતો હોય તો સર્વકાળે અને સર્વસ્થળે તું મનને પશુન્ય (ચાડિયાપણું) રહિત બનાવ. ૭૬
જેમ અગ્નિમાં કમળ અને સર્પની જીભમાં અમૃતનો સમૂહ ન હોય, અસ્તાચલ પર્વત ઉપર સૂર્યનો ઉદય અને આકાશમાં વેલડી ન હોય વળી પવનમાં સ્થિરતા અને મરુ ભૂમિમાં કલ્પવૃક્ષ ન હોય તેમ દુર્જનતામાં ચન્દ્રની કાન્તિ જેવો ઉજ્વલ યશનો સમૂહ ન હોય. ૭૭ના .
ચુગલીને કરતો જે માણસ સૌભાગ્ય (પ્રિયતા) ને ઈચ્છે છે તે પુરુષાર્થ વિના સંપત્તિને ઈચ્છે છે, ઝગડા કરતો તે કીર્તિને જાહેર કરવા ઈચ્છે છે, જીવહિંસા કરતો તે ધર્મને ઈચ્છે છે, લજ્જાને ધરતો તે નૃત્ય કરવાને ઈચ્છે છે, અપથ્ય ભોજન કરતો તે આરોગ્યને ઈચ્છે છે તથા નિદ્રા કરતો તે વિદ્યાને ઈચ્છે છે. II૭૮ી.
DO)