________________
૧૦
આકાશ જેમ નક્ષત્રોનું સ્થાનક છે. સાગર જેમ જલનું સ્થાનક છે. સૂર્ય જેમ તેજનું સ્થાનક છે. સ્વર્ગ જેમ દેવોનું સ્થાનક છે. પૃથ્વી જેમ મનુષ્યોનું સ્થાનક છે.વિંધ્યાચલ પર્વત જેમ હાથીઓનું સ્થાનક છે. બગીચો જેમ વૃક્ષોનું સ્થાનક છે. ચંદ્ર જેમ કળાઓનું સ્થાનક છે અને તળાવ જેમ કમળોનું સ્થાનક છે તેમ વિનય એ ગુણોનું સ્થાનક છે. ૬૭ી.
40
વિનમ્રતરૂપ આભૂષણથી શોભતો પુરુષ જે સૌભાગ્યને (ભવ્યતાને) પામે છે એવી ભવ્યતાને સોનાના અલંકારોથી વિભૂષિત શરીરવાળો, પુષ્પમાળાઓથી શોભતો, મોતીનાહારથી મનોહર હૃદયવાળો, દૈવીવસ્ત્રોથી પરિવરેલો, સુંદર આકૃતિવાળો અને ગજરાજના સ્કંધ ઉપર આરુઢ થયેલો પુરુષ પણ પામી શકતો નથી. ૬૮ાા
9
જો વિનયરૂપ એક આભૂષણ અંગ ઉપર ધારણ કર્યું છે તો બીજા ગુણોરૂપી આભૂષણને ધારણ કરવાથી સર્યું કારણ કે આ વિનયને હૃદયમાં વહન કરવાથી સૈનિકો જેમ સેનાપતિ પાસે આવે તેમ બધા ગુણો સ્વયં જ તે મનુષ્યની પાસે આવે છે. ૬૯ી.