________________
લોભથી પરાભૂત થયેલા હૃદયવાળો મિત્ર મિત્રતાને મૂકે છે, શિષ્ય વિનયને છોડે છે, સેવકજન સેવાને છોડે છે, પુત્ર પ્રેમને છોડે છે, રાજા ન્યાયને છોડે છે, ઋષિ વ્રતને છોડે છે, તપસ્વી તપને છોડે છે અને કુલિન પણ લજ્જાને છોડે છે. ૪૯ો.
લોભરૂપી કમળની શ્રેણીને નષ્ટ કરવામાં ચન્દ્ર સમાન, પુણ્યરૂપી કમળની શ્રેણીને વિકસિત કરવામાં સૂર્ય સમાન, શુદ્ધ ધ્યાનના શ્રેષ્ઠ સ્થાનક સમાન, ઉત્તમ ગુણરત્નોની શ્રેણિને ઉત્પન્ન કરવામાં માણેકની ખાન સમાન, કલ્યાણરૂપી વેલડીને સિંચવામાં ક્યારા સમાન, કલિયુગના પાપોરૂપી કમળવનનો નાશ કરવામાં હાથી સમાન અને તૃષ્ણારૂપી જે કાળો નાગ તેનું ઝેર ઉતારવામાં ગારુડી મંત્ર સમાન આ સંતોષ ગુણનો પોષ સજ્જન પુરુષોના હૃદયમાં
પ્રવેશ કરો. I૫૦ાા.
જે માણસે હિતકારી માત-પિતાના પવિત્ર એવા બન્ને ચરણોને પૂજ્યા છે તેણે (આ જગમાં પોતાના) યશનો જાહેર પડહ વગાડ્યો છે. તીર્થોની યાત્રાનો ઉત્સવ વિશેષ રીતે કર્યો છે. સજ્જનોના હૃદયને આનંદ પમાડ્યો છે. પાપની પરંપરાને વિશેષ રીતે દૂર કરી છે. કલ્યાણની શ્રેણીને | નિશ્ચ પ્રાપ્ત કરી છે તથા પોતાના કુળરૂપી ભવન ઉપર ધર્મની ધ્વજાનું આરોપણ કર્યું
છે. ૫૧ાા