________________
પવનનો સમૂહ જેમ ધૂળને દૂર કરે તેમ જે યશને દૂર કરે છે. બાણોનો પ્રહાર જેમ પંખીઓમાં ભય ઉત્પન્ન કરે તેમ જે મોટાઓમાં ત્રાસ ઉત્પન્ન કરે છે અને મેઘની વૃષ્ટિ જેમ પાણીની શોભાને હીન કરે (ડહોળું કરે) તેમ જે વાણીની શોભાને હીન કરે છે એવા કર્તવ્યરૂપી ગજરાજના કુંભસ્થળને ભેદવા માટે અષ્ટપદ પ્રાણી જેવા લોભને ત્યજીને તું સુખી થા. ૪૬
જો તારા ચિત્તમાં સકલ દોષોનું પોષણ કરવામાં કુશલ અને પીડાના સ્થાનક સ્વરૂપ લોભ જાગે છે તો મુખ કમળને મુદ્રિત કરવામાં સમર્થ એવું ધ્યાન કરવાથી, ઈન્દ્રિયોનો જય કરવાથી, ઈચ્છાનો રોધ કરવાથી, વળી ચરબીને શોષનારા તપો કરવાથી, વાણીથી જન્મતો શ્રમ કરવાથી (ગળુ ખેંચી ઉપદેશ આપવાથી) અને ક્લેશથી યુક્ત વ્રતોનો અભ્યાસ કરવાથી શું થવાનું છે? (કોઈ લાભ નહી થાય) ૪૭ના
જેના વડે અગણિત ગુણોની શ્રેણીરૂપી વેલડીને ઉખેડવામાં યુવાન હાથી સમાન લોભને મજબુત રીતે
ખંભિત કરાયો છે તે સ્થિરતાનું શ્રેષ્ઠ સ્થાન છે. તે વીર યોદ્ધાઓની શ્રેણિમાં મુખ્ય છે. પ્રતિભા, મોટાઈ, સૌભાગ્યમાં તે શ્રેષ્ઠ છે. ધ્યાનની ધુરાને વહન કરનાર પણ તે છે અને તે જ સૌથી ઉત્તમ, પુણ્યશાળી, તેજસ્વી તથા સજ્જન પુરુષોને પ્રશંસનીય છે. ૪૮.