________________
- 69
જેઓ વેપાર કરવામાં તત્પર છે. સ્ત્રી પ્રત્યેના પ્રેમમાં કુશળ છે. ધાન્યાદિ પરિગ્રહની મમતાના સ્થાનભૂત છે. બધી જ વસ્તુઓની ઈચ્છા રાખનારા છે. અસત્ય વચનનો પ્રપંચ કરવામાં ચતુર છે અને જેઓ રાત-દિવસ ખાનારા છે એવા ભવસાગરમાં કાણાવાળી નાવ સમાન ડુબાડનારા કુગુરુઓ સેવવા યોગ્ય નથી. (અર્થાતુ ન સેવવા). //૫૮
કાર્ડ
IN
જેઓ વિશ્વાસનું સ્થાન છે. જેઓ મોક્ષસુખને આપવામાં સાક્ષીભૂત છે. જેઓ દુર્ગતિના દુર્ગમ માર્ગે જવાના પ્રવેશદ્વારે સાંકળ જેવા છે. જેઓ ધર્માધર્મ અને હિતાહિતને પ્રગટ કરવામાં આનંદને પામનારા છે એવા ભવસાગરમાં કાણા વિનાની નાવ તુલ્ય તારક સદ્ગુરુઓ જ સેવવા યોગ્ય છે. [૫૯]
થી
દoko
જો દાન, શીલ અને તપધર્મના ફળને પામવાની ઈચ્છા છે. સ્વર્ગપુરી અને મોક્ષપુરીના માર્ગે જવાની ઈચ્છા છે. સુકૃત અને દુષ્કૃતના વિવેકને કેળવવાની વાંછા છે. તો શિષ્ટપુરુષોએ સમાધિના ભંડાર સમા આવા ગુરુ સેવવા યોગ્ય છે. I૬૦ના