________________
જે ભવ્યાત્મા અરિહંત પ્રભુની દ્રવ્ય-ભાવ પૂજા કરે છે, જેમ સૂર્યને તેજનો સમૂહ ન છોડે તેમ ખુશી તેને છોડતી નથી, ચંદ્રની ચાંદનીની જેમ મોક્ષલક્ષ્મી તેની સહચરી થાય છે. સેના જેમ રાજાની પાસે જાય તેમ સૌભાગ્ય તેની પાસે જાય છે. કુંવારી કન્યા જેમ યુવાન પુરુષને ઝંખે તેમ સ્વર્ગની અને આત્મિક લક્ષ્મી તેને ઝંખે છે. II૬૧ાા
જે પુણ્યાત્મા જિનેશ્વરપ્રભુને પૂજે છે તે સટ્ટણી લોકોમાં પ્રશંસાપાત્ર બને છે. વિદ્વાનોની શ્રેણિ તેની સ્તવના કરે છે. તેનાથી પોતાનું કુળ શોભી ઉઠે છે. રાજાઓના સમૂહો તેને હાથ જોડીને નમન કરે છે. આ જગતમાં તેના જેવું પ્રસિદ્ધ બીજું કોઈ જ નથી. ચિત્તની પીડાને હરનારી તેની કીર્તિ જાગૃત થાય છે અને ભોગોના સમૂહો તેની પાસે આવીને વસે છે. ૬રા
જે ઘરમાં રોજ પ્રાણવંતીપ્રભુ-પ્રતિમાપૂજાય છે તે ઘરમાં સિંહના આગમનથી જેમ હાથીઓનું ટોળું દૂર ભાગે તેમ બધા દુઃખો દૂર ભાગે છે. સર્પોનો સમૂહ જેમ ગરુડથી ભય પામે તેમ વિદનોનો સમૂહ તેનાથી ભય પામે છે. સૂર્યમંડલથી જેમ રાત્રી નાશ પામે તેમ તેની ખરાબ અવસ્થા નાશ પામે છે. ૬૩