________________
જગતને જીતનારો શીલરૂપી મહાન્ મંત્રાધિરાજ જ્યાં સુધી હૃદયમાં આવતો નથી ત્યાં સુધી જ ક્રોધથી વ્યાકુળ એવા વાઘના સામર્થ્યનો, સિંહના જૂથનો અને સાપનો ભય રહે છે. અતિભીષણ એવા જલધિના જલનો, રોગનો, ચોરનો, બંધનનો, યુદ્ધનો અને ભડભડતી આગનો ભય પણ ત્યાં સુધી જ રહે છે ૧૯ો.
ઈચ્છિત વસ્તુને આપવામાં ખરેખર કામકુંભ સમાન શીલનું જે આસેવન કરે છે. તેને પોતાના કુળની નિર્મળ પ્રશસ્તિ ચન્દ્રના બિમ્બમાં સ્થાપન કરી છે. પોતાની કીર્તિના સમૂહને વાદળાઓનો સોબતી કરી બધે ફેલાવ્યો છે અને પોતાનું પવિત્ર નામ સૂર્યના બિમ્બમાં લખ્યું છે. ૨૦ાા
જે પ્રાણીઓ શીલરૂપી અલંકારને અંગ ઉપર ધારણ કરે છે તેના યશ (ગાન) ને અપ્સરાઓ દૈવીભોજનની જેમ મુખમાંથી છોડતી નથી, તેના ચરણની રજને દેવો મુગુટની માળાની જેમ ત્યજતા નથી અને તેના નામને સિદ્ધ ધ્યાનની જેમ યોગીરાજો હૃદયમાં ધારણ કરે છે. ર૧