________________
વિદ્વાનોના સમૂહો ભાવને, યોગિજનને વિષે પ્રભાવને ઉત્પન્ન કરનાર નવા પ્રકારનું સિદ્ધાંજન કહે છે. જે મનમાં ઉપસ્થિત થતા સિદ્ધ (બનેલો) એવો તે મનુષ્ય જગતને જોતો હોવા છતાં જગત માટે અદેશ્ય થાય છે. ૩૧ાા.
યુદ્ધરૂપી વૃક્ષના થડ સમાન, કુમતિના મહેલ સમાન, પાપોના કારણ સમાન, અનીતિરૂપી રાજાના યોદ્ધા સમાન, દયાના પ્રતિબંધક સમાન, હૃદયના અજ્ઞાન સમાન, ધર્મરૂપી પશુ માટે શિકારી સમાન, ધીરજ અને બુદ્ધિના હત્યારા સમાન, વિપત્તિની વધતી વેલડીની ગંધ સમાન અને દુર્ગતિ માર્ગને જોવામાં આંધળા સમાન ક્રોધને સજ્જનપુરુષોએ છોડવા યોગ્ય છે. ૩રા
વાયુ જેમ વાદળાઓનો નાશ કરવા માટે, અગ્નિ જેમ બળતણનો નાશ કરવા માટે, સિંહ જેમ હાથીઓનો નાશ કરવા માટે, સૂર્ય જેમ અંધકારનો નાશ કરવા માટે, હાથી જેમ વૃક્ષોનો નાશ કરવા માટે અને ગ્રીષ્મઋતુ જેમ જલનો નાશ કરવા માટે સમર્થ છે તેમ ઉપશમભાવ ક્રોધનું શમન કરવા માટે સમર્થ છે. ૩૩ાા.