________________
કિમીડિO,
વાદળોને નષ્ટકરતા પવનની જેમ જે તપના સમૂહનો નાશ કરે છે, મોથના અંકુરાને ઉખેડતા ડુક્કરની જેમ જે કૃપાપી કેળ (કેળાંનું ઝાડ) ને ઉખેડી નાખે છે, કમળનો નાશ કરતા બરફની જેમ જે મૈત્રીભાવનો નાશ કરે છે, તે આવેશ સહિતનો ક્રોધ સજ્જન પુરુષોના ચિત્તમાં શા માટે પ્રવેશ કરે? (નજ કરે) ૩૪
જેઓ ક્રોધરૂપી હાથીને હણવામાં સિંહના બચ્ચા સમાન ઉપશમભાવને અંતઃકરણમાં ધારણ કરે છે તે લોકો ધન્ય છે. તેમના બન્ને ચરણકમળ આદર સહિત વંદનીય છે. તેઓ તમામ પ્રકારની લક્ષ્મી માટે યોગ્ય છે. તેમની કીર્તિ જગતમાં નૃત્ય કરે છે. તેઓનું મહાભ્ય અદ્વિતીય છે અને બધા જ દેવ-માનવો તેઓના ચાકર થઈને રહે છે. રૂપા
ક્રોધરૂપી કોઈ નવો જ દાવાનલ બતાવ્યો છે કે જે પરૂપી આંતરિક ધનને ક્ષણવારમાં જ ભસ્મીભૂત કરે છે ૩૬