________________
| હે આત્મન્ ! જાતિ, ઐશ્વર્ય, બળ, શ્રત, કુળ, તપ, રૂપ અને લાભ ના નામથી પ્રસિદ્ધ સકલ ગુણોરૂપી પર્વતને ભેદવા માટે વજસમાન એવા ગર્વને તું બિલકુલ આચર નહી. કારણ કે જ્યાં જ્યાં આનો સંગ થાય છે તે તે વિનાશને પામે છે અને પરભવમાં પણ પ્રાણીઓ ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિથી રહિત થાય છે ગાડછાા.
| સુંદર ઔચિત્યાચરણરૂપી (સૂર્યવિકાસી) કમળ માટે ચન્દ્ર સમાન, સત્કાર્ય કુશળતારૂપી (ચન્દ્રવિકાસી) કમળ માટે સૂર્ય સમાન, સેવ્યની સેવારૂપી વન માટે હાથી સમાન તેમજ સુકૃતરૂપી સાગર માટે અગસ્તિઋષિ સમાન માનને હે પ્રાણી ! તું છોડી દે ૩૮ાા
| વિપત્તિઓના સ્થાન સમાન આ ગર્વને કોઈ વિલક્ષણ પ્રકારનો જ પર્વત કહ્યો છે કારણ કે ઉર્ધ્વમુખવાળા લોકો જેમ જેમ આની ઉંચી ટોચ પર આરુઢ થાય છે તેમ તેમ અધોગતિને પ્રાપ્ત કરે છે ગાડલા