________________
દાન આપવાથી લક્ષ્મીની હાનિ થાય છે. શીલ પાળવાથી ભોગનો ક્ષય થાય છે. તપ કરવાથી કાયક્લેશ થાય છે. ભણવાથી કંઠશોષ થાય છે. પૂજ્યોને નમવાથી માનહાનિ થાય છે અને વ્રતને ધારણ કરવાથી દુઃખ થાય છે એવું માનીને પણ હે બુદ્ધિશાળી! તું સરળ એવા ભાવધર્મમાં મન સ્થિર કેમ કરતો નથી? ૨૮
જળથી જેમ સરોવર, સુગંધથી જેમ કમળ, ચંદ્રથી જેમ રાત્રી, સૂર્યથી જેમ દિવસ, મદજળથી જેમ હાથી, પુત્રથી જેમ કુળ, અને પતિથી જેમ સ્ત્રી શોભાને ધારણ કરે છે તેમ પવિત્રતાને અને અતિશય ઉલ્લાસને પામેલી ઘણી એવી પણ ક્રિયા ભાવથી શોભાને ધારણ કરે છે. સરકા
કેટલાક લોકોએ દાન આપ્યું, કેટલાક લોકોએ શીલ પાળ્યું, વળી કેટલાક લોકોએ તપના કષ્ટને વેઠયું, કેટલાક લોકોએ અરણ્યમાં કાયમી નિવાસ કર્યો, કેટલાક લોકોએ ધ્યાન ધર્યું, વળી કેટલાક લોકોએ રાગાદિ દોષરહિત દેવોના સમૂહને પૂજ્યો પરંતુ તેનું ફળ (અનુમોદનાના ભાવથી) બીજા લોકોએ પ્રાપ્ત કર્યું. તે ભાવનો જ પ્રભાવ છે. ૩૦ાા ,
( 6 )
8
જ
છે
જે