________________
જે લોકોએ સ્વર્ગ અને મોક્ષ આપનારા ધર્મ પ્રત્યે દુર્લક્ષ્ય કર્યું છે. તે મૂર્ખજનોએ ઈન્દ્રના ભોજન જેવા મધુર ભોજનમાં હળાહળ ઝેર ભેળવ્યું છે. સુંદર સ્વાદવાળા દૂધમાં રસપૂર્વક હરતાલનું પાણી રેડ્યું છે અને શીતલ એવા ચંદનરસમાં સારીરીતે ક્રૌંચનું ફળ ઉમેર્યું છે. ૭
જે પુરુષ મોક્ષ સાથે બંધાયેલ ધર્મને સંસારના સુખ માટે ત્યજી દે છે. તે નિંદનીય પુરુષ બળતણ માટે કલ્પવૃક્ષને છેદે છે. ચૂર્ણબનાવવા માટે ચિંતામણિ રત્નને અગ્નિમાં નાંખે છે. એક ખીલા માટે આખી નાવડીનો નાશ કરે છે અને ગધેડીને ખરીદવા માટે કામધેનૂ આપી દે છે. દા.
યુવાન સ્ત્રીઓના કટાક્ષોરૂપી બાણથી વિંધાએલા કામાસક્ત માણસો ઘણા છે અને ક્ષોભસહિત લોભથી આકુળ અસામાન્ય ધન વાનો પણ હજારો છે પરંતુ આ બન્નેને આપનારું કારણ ધર્મ છે એવું માણીને મન-વચન-કાયાથી આ ધર્મ નામના પુરુષાર્થને અત્યંત અને હંમેશા વળગીને રહે એવા તો કો'ક વિરલા જ હોય છે. .
૧. ‘ક્રોંચ’’ એટલે વનમાં વાલોરનાં આકારનું થતું ફળ, જેનો સ્પર્શ કરવાથી શરીરમાં અત્યંત ચળ ઉપડે છે.