________________
૩૪૦ ભેદો થાય છે.
પ્ર. ૧૧૨. તત્વાર્થ સૂત્રમાં મતિજ્ઞાનના ૧૭ર ભેદો કહ્યા છે તે કયા કયા?
ઉ.: તત્વાર્થ સૂત્રમાં ૧૭૨ ભેદો મતિજ્ઞાનના કહ્યા છે તે આ પ્રમાણે જાણવા. કૃતનિશ્રિત મતિજ્ઞાનના ૨૮ ભેદોને ૬ પ્રકારે ગુણવાથી ૧૬૮ થાય છે તે છનાં નામો આ પ્રમાણે છે. -
(૧) બહુ (૨) બહુવિધ (૩) ક્ષીપ્ર (૪) નિશ્રિત (૫) સંદિગ્ધ અને (૬) ધ્રુવ. તેમાં અમૃતનિશ્રિત મતિજ્ઞાનના ચાર ભેદો ઉમેરતાં ૧૭૨ ભેદો થાય છે.
પ્ર. ૧૧૩. બહુ મતિજ્ઞાન કોને કહેવાય ?
ઉ. : જેમકે વાજીંત્રો વાગતાં હોય અને શ્રોતેન્દ્રિયને સાંભળી શકાય એવા નજીકમાં રહેલા હોય તો કોઈ જીવ પોતાના ક્ષયોપશમના વશથી ભિન્ન ભિન્ન વાજીંત્રોના નામ સાથે જે કહી શકે તે બહુ મતિજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૧૪. અબહુ મતિજ્ઞાન કોને કહેવાય ?
ઉ. : જેમકે બહાર વાજીંત્રો વાગતાં હોય તેમાં કોઈ જીવ પોતાના મંદ ક્ષયોપશમના કારણે ભિન્ન ભિન્ન વાજીંત્રોના નામ ન જાણી શકે. અવાજ આવે છે તેમ જાણે તે અબહુ મતિજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૧૫. બહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ?
ઉ. : જે શંખ ભેરી મૃદંગ વગેરે વાગતાં હોય તેના અવાજો (શબ્દો) સાંભળીને જે ક્ષયોપશમ ભાવથી (અવગ્રહાદિની તીવ્રતાના કારણે) જણાવી શકે કે આ શંખ વગાડનાર સ્ત્રી છે. ભેરી વગાડનાર પુરૂષ છે. ઈત્યાદિ ગ્રહણ કરવાની શક્તિ અનેક પર્યાયોને ગ્રહણ કરવાની શક્તિ તે બહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૧૬. અબહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ?
ઉ. : જે શંખ ભેરી વગેરે વાજીંત્રોનો અવાજ સાંભળીને તેના એક બે ઈત્યાદિ પર્યાયોને જાણે તે અબહુવિધ ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૧૭. ક્ષીપ્ર ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ?
ઉ. : ક્ષીપ્ર = જલ્દી-શંખ વગેરેના અવાજ સાંભળતાની સાથે જ જલ્દીથી ક્ષયોપશમ ભાવથી જાણી વાજીંત્રોના નામો વગેરે જણાવે તે ક્ષી, ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૧૮અક્ષીપ ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ?
ઉ.: જે પોતાના મંદ ક્ષયોપશમ ભાવના કારણે વારંવાર શંખ વગેરેના શબ્દો સાંભળી વિચારી કરીને નામો જણાવે તે અક્ષીપ્ર ગ્રાહી મતિજ્ઞાન કહેવાય છે.
પ્ર. ૧૧૯, અનિશ્રિત ગ્રાહી મતિજ્ઞાન કોને કહેવાય ? ઉ.: લિંગ નિશ્રા વગર જે ગ્રહણ કરી શકે એટલે કે દેવાલય ધજા વગેરે જોયા
૧૭
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org