Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 160
________________ સતત બંધાયું છે. પ્ર. ૩૫૯.: પુરૂષવેદ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. પુરૂષવેદ ત્રીજા ગુણઠાણાથી નવમા ગુણઠાણાના પહેલા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૦. ઉચ્ચગોત્ર કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. ઉચ્ચગોત્ર ત્રીજા ગુણઠાણાથી દશમાં ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૧. પાંચ અંતરાયની પ્રકૃતિઓ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. : પહેલાથી દશમાં ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૨. : મનુષ્યગતિ સતત કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ? ઉ. : મનુષ્યગતિ ત્રીજાથી ચોથા ગુણઠાણા સુધી સતત નરકગતિ તથા દેવગતિવાળા જીવો બાંધે છે. પ્ર. ૩૬૩. : દેવગતિ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ.:દેવગતિ ત્રીજા ગુણઠાણાથી આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી મનુષ્ય તથા તિર્યંચો સતત બાંધે છે. તિર્યંચો પાંચમાં ગુણઠાણા સુધી સતત બાંધે છે. પ્ર. ૩૬૪. : પંચેન્દ્રિય જાતિ કેટલા ગુણઠાણે સતત બંધાય ? ઉ. પંચેન્દ્રિય જાતિ બીજા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૫. : વૈક્રીય શરીર કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય ? ઉ. વૈકીય શરીર પાંચમાં ગુણઠાણાથી આઠમાં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૬. તૈજસ શરીર, કામણ શરીર, વણદિ-૪ એ છ પ્રકૃતિઓ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે ? ઉ. તૈજસ શરીર, કામણ શરીર, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ છ પ્રકૃતિઓ ૧ થી ૮માં ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૭. ઔદારીક શરીર કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે? કયા જીવોની અપેક્ષાએ છે ? ઉ. ઔદારીક શરીર દેવતા તથા નારકી જીવોની અપેક્ષાએ ૧ થી ૪ ગુણઠાણા સુધી સતત બંધાય છે. પ્ર. ૩૬૮.: ઔદારીક અંગોપાંગ કયા જીવોની અપેક્ષાએ કેટલા ગુણઠાણા સુધી સતત બંધાય છે? ઉ. ઔદારીક અંગોપાંગ નારકીના તથા દેવ જીવોની અપેક્ષાએ ૧ થી ૪ ૧૫૧ Jain Education International For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172