________________
ગુણઠાણા સુધી હોય છે ?
ઉ. : તેજસ, કાર્મણ, શરીર, વર્ણાદિ-૪નો સતત ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય.
પ્ર. ૪૧૬. : બે વિહાયોગતિ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ?
ઉ. : બે વિશાયોગતિ નામકર્મનો પરાવર્તમાન રૂપે ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે.
પ્ર. ૪૧૭. : પરાઘાત, ઉચ્છવાસ, નામકર્મનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ?
ઉ. : પરાઘાત, ઉચ્છવાસ, નામકર્મનો સતત ઉદય અપર્યાપ્તાવસ્થાનો એક અંતર્મુહૂતકાળ સિવાય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે.
પ્ર. ૪૧૮. : આતપ નામકર્મનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી કયા જીવોને હોય છે ?
ઉ. : આતપ નામકર્મનો સતત ઉદય ૧લા ગુણઠાણે હોય છે, અને તે પર્યાપ્તા બાદર પૃથ્વીકાય સૂર્યના વિમાનમાં રહેલા જીવોને હોય છે.
પ્ર. ૪૧૯. : અગુરૂલઘુનિર્માણ નામકર્મનો ઉદય કેટલા ગુણઠાણા સુધી સતત હોય છે ?
ઉ. : અગુરૂલઘુનિર્માણ નામકર્મનો સતત ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી
હોય છે.
પ્ર. ૪૨૦, : ઉપઘાત નામકર્મનો ઉદય સતત કેટલા ગુણઠાણા સુધી હોય
છે ?
ઉ. : ઉપઘાત નામકર્મનો સતત ઉદય અપર્યાપ્તાવસ્થાના કાળ સિવાય પર્યાપ્તાવસ્થા ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે.
પ્ર. ૪૨૧. : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ આ ચાર પ્રકૃતિઓનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય છે ?
ઉં. : સ્થિર, શુભ, અસ્થિર, અશુભ આ ૪ પ્રકૃતિઓનો ઉદય ૧ થી ૧૩ ગુણઠાણા સુધી હોય છે.
પ્ર. ૪૨૨. : સુભગ, આદેય, યશ આ ત્રણ પ્રકૃતિનો સતત ઉદય કેટલા ગુણઠાણા સુધી હોય ?
ઉ. : સુભગ, આદેય, યશ નામકર્મનો સતત ઉદય પાંચમાથી ૧૪મા ગુણઠાણા સુધી હોય છે.
પ્ર. ૪૨૩. : સુભગ, આદેય, યશ નામકર્મનો પરાવર્તમાનરૂપે ઉદય કેટલા
Jain Education International
૧૫૭
For Private and Personal Use Only
www.jainelibrary.org