________________
પ્ર. ૩૯૯. : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય ?
ઉ. : ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક પરાવર્તમાન રૂપે બંધાય તો ૧લા ગુણઠાણા સુધી બંધાય છે.
પ્ર. ૪૦૦.: સુભગ, સુસ્વર, આદેય પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય ?
ઉ. સુભગ, સુસ્વર, આદેય પરાવર્તમાન રૂપે બંધાય તો ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે.
પ્ર. ૪૦૧.: સ્થિર, શુભ, યશ પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ?
ઉ.: સ્થિર, શુભ, યશ પરાવર્તમાન રૂપે બંધાય તો ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે.
પ્ર. ૪૦૨. : સ્થાવર-સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય ?
ઉ.: સ્થાવર-સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ ૧લા ગુણઠાણા સુધી પરાવર્તમાન રૂપે બંધાય છે.
પ્ર. ૪૦૩. દુર્ભગ, દુસ્વર, અનાદેય પરાવર્તમાન રૂપે કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ?
ઉ. દુર્ભગ, દુસ્વર, અનાદેય પરાવર્તમાન રૂપે ૧-૨ ગુણઠાણા સુધી બંધાય છે.
પ્ર. ૪૦૪. અસ્થિર, અશુભ, અયશ પરાવર્તમાન રૂપે બંધાય તો કેટલા ગુણઠાણા સુધી બંધાય છે ?
ઉ. અસ્થિર, અશુભ, અયશ પરાવર્તમાન રૂપે ૧ થી ૬ ગુણઠાણા સુધી બંધાય છે.
પ્ર. ૪૦૫. જ્ઞાનાવરણીય પાંચ પ્રકૃતિઓ સતત ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે ?
છે. જ્ઞાનાવરણીયની પાંચ પ્રકૃતિઓ સતત ઉદયમાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે.
પ્ર.૪૦૬. દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૯ પ્રકૃતિઓ સતત ઉદયમાં કેટલા ગુણઠાણા સુધી હોય છે?
ઉ. દર્શનાવરણીય-૪, અંતરાય-૫ એ ૯ પ્રકૃતિઓ સતત ઉદયમાં ૧ થી ૧૨ ગુણઠાણા સુધી હોય છે.
૧૫૫
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org