________________
કર્મ પાંચ પ્રકારે કહેલું છે. દાન, લાભ, ભોગ, ઉપભોગ તથા વીઆંતરાય રૂપ કહ્યા
પ્ર. ૪૭૭. ગોત્રકર્મ કોના જેવું કહેલું છે ?
ઉ. : ગોત્રકમ કુંભાર સરખું કહેલું છે. જેમ કુંભાર પૂર્ણકલશ બનાવે છે જે પુષ્પ ચંદન અક્ષત વગેરેથી પૂજાને પામે છે. તેમ ખરાબ ઘડા પણ કુંભાર બનાવે છે. મદિરા ભરવા વગેરેના ઘડા બનાવે છે. તે લોકોમાં નિંદાને પામે છે તેની જેમ ગોત્રકમ કહેલું છે.
પ્ર. ૪૭૮. ઉચ્ચ ગોત્રકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવ નિર્ધન, કુરૂપવાળો, બુદ્ધિથી હીન હોવા છતાં સુકુલમાં જન્મ પામેલો હોય તો તે લોકમાં પૂજાને પામે છે તે ઉચ્ચ ગોત્રકર્મ કહેવાય
પ્ર. ૪૭૯. નીચ ગોત્રકર્મ કોને કહેવાય ?
ઉ.: જે કર્મના ઉદયથી મહા ધનવાન જીવ હોય, સુંદર રૂપવાન હોય, બુદ્ધિ વગેરેથી પણ યુક્ત હોય. છતાં પણ વિશિષ્ટ પ્રકારના કુળમાં ઉત્પન્ન થયેલો ન હોય તેના પ્રતાપે લોકમાં નિંદાને પ્રાપ્ત કરે તે નીચ ગોત્રકર્મ કહેવાય છે.
પ્ર. ૪૮૦. અંતરાય કર્મ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ?
ઉ.: વિશેષે કરીને જે લાભાદિ હણાય છે અથતુ જેના વડે નાશ પામે છે તે અંતરાય કહેવાય. તે પાંચ પ્રકાર છે. (૧) દાનાન્તરાય (૨) લાભાન્તરાય (૩) ભોગન્તરાય (૪) ઉપભોગન્તરાય (૫) વીર્યાન્તરાય કર્મ.
પ્ર ૪૮૧. દાનાન્તરાય કર્મ કોને કહેવાય ?
ઉ. દાન દેવાને યોંગ્ય વસ્તુ હોય, સામે ગુણવાન સુપાત્ર હોય, દાનના ફલને જાણતો હોય, પણ જે કર્મના ઉદયથી આપવા માટે ઉત્સાહ પેદા ન થાય તે દાનાન્તરાય કર્મ કહેવાય છે.
પ્ર. ૪૮૨. લાભાન્તરાય કર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી વિશિષ્ટ દાતાર સામે હોય, દેવા યોગ્ય વસ્તુ હોય, માગવામાં પોતે કુશલ હોય, પણ યાચક પ્રાપ્ત ન કરે તે લાભાન્તરાય કર્મ કહેવાય
પ્ર. ૪૮૩. ભોગાન્તરાય કર્મ કોને કહેવાય ?
ઉ.: જે કર્મના ઉદયથી ભોગવવા યોગ્ય સંપત્તિ હોય, આહાર ફૂલની માલા વગેરે હોય, વિરતિથી રહિત હોય, પણ જે ભોગવી શકતો નથી તે ભોગાન્તરાય કમ કહેવાય છે.
પ્ર. ૪૮૪. ઉપભોગાન્તરાય કર્મ કોને કહેવાય ?
૭૬
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org