Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૩.
પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ રારી૨, ઔદારીક અંગોપાંગ, પહેલા ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગ ત. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુસ્વર. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર.
પ્ર ૨૩૦. દશમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
ઉ. : એક. મોહનીય-૧ : સંજ્વલન લોભ.
પ્ર. ૨૩૧. અગિયારમા ઉપશાંત મોહ ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિઓ ઉદયમાં હોય છે ? કઈ કઈ ?
ઉ. : ઓગણસાઈઠ. જ્ઞાનાવરણીય ૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૩૯, ગોત્ર-૧, અંતરાય - ૫. આયુષ્ય-૧ : મનુષ્યાયુષ્ય. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૩૯ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩.
પ્ર. ૨૩૨. અગિયારમા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિનો ઉદયમાંથી અંત થાય છે ? કઈ કઈ ?
-
ઉ. : બે. નામ-૨ : પિંડપ્રકૃતિ-૨ : ઋષભનારાચ, નારાચસંઘયણ. સગવન્ત ખીણદુરમિ નિન્દ્વ દુર્ગંતોઅરિમ પણપન્ના નાણંતરાય દેસણ ચઉ છેઓ સજોકિંગ બાયાલા || ૨૦ ||
ભાવાર્થ :
૫૭ ક્ષીણમોહ ઉપાન્ચે, નિદ્રાદ્વિકનો અંત થતાં ચરમે ૫૫, જ્ઞાનાવરણીય-૫, અંતરાય-૫, દર્શનાવરણીય-૪ એ ૧૪ જતાં સયોગીએ ૪૨ ઉદયમાં હોય.
પ્ર. ૨૩૩. બારમા ક્ષીણમોહ ગુણસ્થાનકના ઉપાન્ય સમયે ઉદયમાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : સત્તાવન. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, વેદનીય-૨, મોહનીય-૦, આયુષ્ય-૧, નામ-૩૭, ગોત્ર-૧, અંતરાય-૫
નામ-૩૭ : પિંડપ્રકૃતિ-૧૯, પ્રત્યેક-પ, ત્રસ-૧૦, સ્થાવર-૩. પિંડપ્રકૃતિ-૧૯ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કાર્મણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલું સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, ૨ વિહાયોગતિ. પ્રત્યેક-૫ : પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર.
પ્ર. ૨૩૪. બારમા ગુણસ્થાનકના ઉપાત્ત્વ સમયે કેટલી પ્રકૃતિઓનો
Jain Education International
૧૨૭
For Private and Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172