________________
પ્ર. ૩૦૮. : એક વિકલ્પથી પહેલા ગુણઠાણે સત્તામાં કુલ કેટલી પ્રકૃતિઓ
હોય છે ?
ઉં. : એકસો અડતાલીસ.
પ્ર. ૩૦૯. : બીજા તથા ત્રીજા ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
નથી ?
ઉ. : એકસો સુડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૯૨, ગોત્ર-૨, અંતરાય-૫.
નામ-૯૨ : પિંડપ્રકૃતિ-૬૫, પ્રત્યેક-૭, ત્રસ-૧૦, સ્થાવર-૧૦. પ્રત્યેક-૭ : જિનનામ કર્મ સિવાય.
પ્ર. ૩૧૦. : બીજા તથા ત્રીજા ગુણસ્થાનકમાં જિનનામ કર્મની સત્તા કેમ હોતી
ઉ. : બીજા તથા ત્રીજા ગુણસ્થાનકે જિનનામ ન હોય કારણ કે જિનનામની સત્તાવાળો જીવ તે ગુણસ્થાનકને કોઈ કાળે પ્રાપ્ત કરતો જ નથી. કારણ કે તેના બંધક જીવો શુદ્ધ સમ્યક્ત્તવાન હોય છે.
બૃહત કર્મસ્તવ ભાષ્યમાં લખ્યું છે કે,
તિત્યયરેણ વિહિર્ણ સીયાલ સયં તુ સંત એ હોઈ । સાસાયણં મિ ઉ ગુણે સંસામીસે ય પયડીણું ॥ ૧ ॥
પ્ર. ૩૧૧. : પહેલા ગુણસ્થાનકે જિનનામની સત્તા કેવી રીતે સંભવે ? ઉ. : જે જીવોએ પૂર્વે નરક આયુષ્ય બાંધેલું હોય પછી ક્ષયોપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને જિનનામ કર્મ નિકાચીત બાંધવાનો આરંભ કરે તો તે વખતે આયુષ્યપૂર્ણ થવા આવે એટલે અવશ્ય સમ્યક્ત્વનું વમન કરે છે. એટલે કે મરણના કાળ પહેલા એક અંતર્મુહૂત સુધી મિથ્યાત્વી થાય છે. તે મિથ્યાત્વ લઈને નરકમાં જાય છે. તેથી જિનનામની સત્તા પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે સંભવે છે. (હોય છે.)
પ્ર. ૩૧૨. : ચોથા ગુણસ્થાનકથી અગિયારમા ગુણસ્થાનક સુધી સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : એકસો અડતાલીસ. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-૫.
અપુવ્વાઇચઉક્કે અણતિરિનિરયાઉ વિષ્ણુ બિયાલસ । સમ્માઇ ચઉસુ સત્તગ ખમિ ઇગચત્તસયમહવા ॥ ૨૬ ॥ ભાવાર્થ :
બીજા વિકલ્પથી અપૂર્વકરણાદિ ચા૨ ગુણસ્થાનકે તિર્યંચ-નરક આયુષ્ય અનંતાનુબંધી ૪ કષાય એ છ સિવાય ૧૪૨ની સત્તા હોય છે. અથવા ચોથા ગુણસ્થાનકથી સાતમા ગુણસ્થાનક સુધી અનંતાનુબંધી-૪ કષાય, મિથ્યાત્વ-મિશ્ર -
Jain Education International
૧૪૨
For Private and Personal Use Only
www.jainelibrary.org