________________
સમ્યકત્વ મોહનીય એ સાત પ્રકૃતિઓ સિવાય ૧૪૧ પ્રકૃતિઓની સત્તા હોય
પ્ર. ૩૧૩. બીજા વિકલ્પથી અપૂર્વકરણ આદિ ચાર ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. એકસો બેતાલીસ. જે જીવોએ દેવાયુષ્ય બાંધેલું હોય તથા અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કરેલ હોય તેવા જીવોને બે આયુષ્ય તથા અનંતાનુબંધી ૪ સિવાય ૧૪૨ પ્રકૃતિઓ સત્તામાં હોય. છે.
જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨, આયુષ્ય-૨, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-પ.
પ્ર. ૩૧૪.: બીજા વિકલ્પથી સમ્યક્ત્વાદિ ચોથા ગુણઠાણે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : ૧૪૧. જે જીવોએ અનંતાનુબંધી ૪ કષાય, મિથ્યાત્વ-મિશ્ર તથા સમ્યકત્વ મોહનીય એ સાતનો ક્ષય કરેલ હોય તે જીવોને (ક્ષાયિક સમીકીતી જીવોને) ૧૪૧ સત્તામાં હોય છે.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૧, આયુષ્ય-૪, નામ-૯૩, ગોત્ર-૨, અંતરાય-પ.
ખવાં તુ પપ્પ ચઉસુવિ પણયાલ નિરયતિરિસરાઉ વિણા |
સત્તગવિણ અડતીસં જા અનિઅટ્ટી પઢમભાગો / ૨૭ | ભાવાર્થ :
ક્ષપક જીવોને ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી ૧૪પની સત્તા હોય છે ત્રણ આયુષ્ય વિના તથા દર્શન સપ્તક સિવાય ૧૩૮ની સત્તા ચોથાથી નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધી હોય છે.
પ્ર. ૩૧૫. ત્રીજા વિકલ્પથી ક્ષેપકને આશ્રયીને ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધી સત્તામાં કેટલી પ્રવૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ.: ક્ષેપક જીવોને આશ્રયીને ક્ષાયિક સમીકીત ન પામ્યા હોય તે જીવોને ચોથા અવિરતિ ગુણસ્થાનકથી આરંભી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકે ૧૪પની સત્તા હોય છે. નરક-તિર્યંચ-દેવાયુષ્ય વિના જાણવી.
જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૧, નામ-૩, ગોત્ર-૨, અંતરાય-પ.
પ્ર. ૩૧૬. ચોથાથી ૯માના/૧ ભાગે ગુણસ્થાનકે સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ.:ક્ષપક જીવોને આશ્રયીને જે જીવો ક્ષાયીક સમકિત પામેલા હોય તે જીવોને આશ્રયી ચોથા અવિરતિ ગુણસ્થાનકથી આરંભી નવમાં અનિવૃત્તિકરણ ગુણસ્થાનકના
૧૪૩
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org