Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
પ્ર. ૨૯૧. અવિરતિ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે? કઈ કઈ ?
ઉ. સત્તાવીસ. મોહનીય-૯ અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનાદિ ૮ કષાય, મિશ્ર મોહનીય. આયુષ્ય-: નરકાયુષ્ય, દેવાયુષ્ય.
નામ-૧૬ : પિંડપ્રકૃતિ-૧૨, સ્થાવર-૪.
પિંડપ્રકૃતિ-૧૨ : નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ ૪ જાતિ, વૈક્રીય, શરીર, વૈક્રીય અંગોપાંગ, ૪ આનુપૂર્વી.
સ્થાવર-૪ : સ્થાવર, દુર્ભગ, અનાદેય, અયશ.
પ્ર. ૨૯૨. કષાય પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : તેત્રીસ. વેદનીય-૨ : શાતા-આશાતા વેદનીય. આયુષ્ય-૨ : મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય. દર્શનાવરણીય-૩ નિદ્રા, નિદ્રા પ્રચલા પ્રચલા, થીણદ્વી.
મોહનીય-૧૮ : પ્રત્યાખ્યાનીય સંજવલનાદિ ૮ કષાય, સમ્યક્ત્વ મોહનીય, હાસ્યાદિ-૬, ૩ વેદ.
નામ-૭ : પિંડપ્રકૃતિ-૬, પ્રત્યેક-૧.
પિંડપ્રકૃતિ-૬ તિર્યંચ ગતિ, આહારક શરીર, આહારક અંગોપાંગ, છેલ્લા ત્રણ સંઘયણ.
પ્રત્યેક-૧ : ઉદ્યોત. ગોત્ર-૧ : નીચગોત્ર.
પ્ર. ૨૯૩. યોગ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : સત્તાવન. જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૬, નામ-૪૦, ગોત્ર-૧, અંતરાય-પ.
દર્શનાવરણીય-૬ : ૪ દર્શનાવરણીય, નિદ્રા, પ્રચલા. ગોત્ર-૧ : ઉચ્ચગોત્ર. નામ-૪૦ : પિંડપ્રકૃતિ-૨૧, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૩
પિંડપ્રકૃતિ-૨૧ : મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારીક-તૈજસ-કામણ શરીર, ઔદારીક અંગોપાંગ, પહેલાં ત્રણ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વદિ ૨ વિહાયોગતિ.
પ્રત્યેક-૬ : પરાઘાત, ઉચ્છવાસ, અનુરૂલઘુ, જિનનામ, નિમણિ, ઉપઘાત. સ્થાવર-૩ : અસ્થિર, અશુભ, દુઃસ્વર.
પ્ર. ૨૯૪. અનંતાનુબંધી અવિરતિ પ્રત્યયિકી ઉદીરણામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ?
ઉ. : નવ. મોહનીય-૪ : અનંતાનુબંધી ૪ કષાય. નામ-૫ : પિંડપ્રકૃતિ-૪ : એકેન્દ્રિયાદિ ૪ જાતિ.
૧૩૯
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172