________________
ભાવાર્થ :
જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન પણ મળે તો પણ જેના ઉદયથી હાસ્ય પેદા થાય, રતિ પેદા થાય, અરતિ પેદા થાય, ભય પેદા થાય, શોક પેદા થાય, દુર્ગચ્છા પેદા થાય, તે કર્મને હાસ્યાદિ મોહનીય કર્મ કહેવાય છે.
પ્ર. ૨૭૦. નોકષાય મોહનીય કર્મ કેટલા પ્રકારે છે ? કયા કયા ?
ઉ. નવ. (૧) હાસ્ય (૨) રતિ (૩) અરતિ (૪) શોક (૫) ભય (૬) જુગુપ્સા (૭) પુરૂષવેદ (૮) સ્ત્રીવેદ (૯) નપુંસકવેદ.
પ્ર. ૨૭૧. હાસ્ય મોહનીય કર્મ કોને કહેવાય ?
ઉ. : જીવને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ જે કર્મના ઉદયથી હસવું આવે તે હાસ્ય મોહનીય કર્મ કહેવાય છે.
પ્ર. ૨૭૨. રતિ મોહનીય કર્મ કોને કહેવાય ?
૯. : જે કર્મના ઉદયથી જીવને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ બાહ્ય અને અત્યંતર પદાર્થોને વિષે આનંદ પ્રમોદ) ઉત્પન્ન થાય તે રતિ મોહનીય કર્મ કહેવાય છે.
પ્ર. ૨૭૩. અરતિ મોહનીય કર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ બાહ્ય અને અત્યંતર પદાર્થોને વિષે અપ્રીતિ પેદા થાય તે અરતિ મોહનીય કર્મ કહેવાય
પ્ર. ૨૭૪. શોક મોહનીય કર્મ કોને કહેવાય ?
ઉ.: જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત ન મળે તો પણ છાતીમાં મારવું, રોવું, વિલાપ કરવો, લાંબો શ્વાસ લેવો, ભૂમિ ઉપર આળોટવું વગેરે બને તે શોક મોહનીય કર્મ કહેવાય છે.
પ્ર. ૨૭૫. ભય મોહનીય કર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત હોય અથવા નિમિત્ત વગર, પોતાના સંકલ્પોથી આલોકનો, પરલોકનો, ગ્રહણનો ભય, અકસ્માત ભય, આજીવિકાનો ભય, મરણ ભય, તથા શસ્ત્રનો ભય, વગેરે પેદા થાય છે તે ભય મોહનીય કર્મ કહેવાય
પ્ર. ૨૭૬. જુગુપ્સા મોહનીય કર્મ કોને કહેવાય ? "
.: જે કર્મના ઉદયથી જીવોને નિમિત્ત મળે અથવા નિમિત્ત વગર અશુભ પદાર્થોના વિષયોને દેખીને મન બગડે, આંખ વગેરે બગડે, જોવાનું મન ન થાય તે જુગુપ્સા મોહનીય કર્મ કહેવાય છે.
પુરિસિસ્થિતદુભય પઈ, અદિલાસો જqસા હવઈ સો લે ! થી-નર-નપુ-વેઉદઓ, કુંકુમ-તણ-નગર દાહસમો | ૨૨ ||
૪૩
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org