________________
પેટ વગેરે લક્ષણોથી રહિત જે શરીર રચના વિશેષમાં હોય તેને કુમ્ભ સંસ્થાન નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૯૩. વામન સંસ્થાન નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે શરીર રચના વિશેષમાં પેટ વગેરે શાસ્ત્રોક્ત લક્ષણ પ્રમાણ હોય જ્યારે હાથ પગ વગેરે લક્ષણ રહિત હોય એવી રચના વિશેષને વામન સંસ્થાન નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૯૪. હુંડક સંસ્થાન નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે શરીરમાં સઘળા અવયવો શાસ્ત્રોક્ત લક્ષણથી રહિત હોય તે હંડક સંસ્થાન નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૯૫. કૃષ્ણ વર્ણ નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર કૃષ્ણ (કાળું) થાય તે કૃષ્ણ વર્ણ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૯૬. નીલ વર્ણ નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર મરકત આદિની જેમ નીલ વર્ણવાળું થાય છે તે નીલ વર્ણ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૯૭. લોહિત વર્ણ નામકર્મ કોને કહેવાય ?
ઉ. જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર લોહિત (રક્ત) વર્ણવાળું થાય તે લોહિત વર્ણ નામકર્મ કહેવાય છે. (લોહિત-એટલે લાલ.)
પ્ર. ૩૯૮. હારિદ્ર (પીત) વર્ણ નામકર્મ કોને કહેવાય ?
ઉ. ઃ જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર હારિદ્ર (પીત) અથવા હળદર જેવા વર્ણવાળું થાય છે. તેને હારિદ્ર વર્ણ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૩૯૯. શ્વેતવર્ણ નામકર્મ કોને કહેવાય?
ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર જેત (સફેદ) વર્ણવાળું થાય છે. તેને શ્વેતવર્ણ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૦૦. કાબર ચીતરા વગેરે વર્ણવાળા શરીરો પણ હોય છે તે કયા નામકર્મના ઉદયથી ગણાય ?
ઉ.: કાબર ચીતરા વર્ણવાળા શરીરો પ્રાણીઓના હોય છે તે આ પાંચ વર્ણના કોઈ ને કોઈ વર્ણના સંયોગથી અથવા એ પાંચેયના સંયોગથી ઉત્પન્ન થાય છે માટે તેને જુદા પાડયા નથી. વાદળી વગેરે બીજા રંગો આ પાંચ વર્ષના સંયોગથી પેદા થાય છે માટે જુદા ગણ્યા નથી.
સુરહિદુરાહી રસા પણ, તિત્ત-કડુ-કસાય-અંબિલા-મહુરા | ફાસા ગુરુલહુ-મિઉખર, -સીઉહ-સિદ્ધિ ખટ્ટા / ૪૦
૬૪
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org