________________
ઉ. : એકેન્દ્રિય જીવોને ચાર પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્ત (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ.
બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા અસની પંચેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્ત (૫) ભાષા પર્યાપ્તિ
સન્ની પંચેન્દ્રિય જીવોને છ એ છ પર્યાપ્તિઓ હોય છે.
પ્ર. ૪૫૪, પર્યાપ્ત નામકર્મ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? કયા
કયા ?
ઉ. : જે જે જીવોને જે જે પર્યાપ્તિઓ કહેલી છે તે જે કર્મના ઉદયથી પર્યાપ્તિથી યુક્ત થાય તે પર્યાપ્ત નામકર્મ કહેવાય છે. તે પર્યાપ્ત નામકર્મ બે પ્રકારે છે. (૧) લબ્ધિ પર્યાપ્ત અને (૨) કણ પર્યાપ્ત.
પ્ર. ૪૫૫, લબ્ધિ પર્યાપ્ત કોને કહેવાય ?
ઉં. જે જીવો પોતાની સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરીને (પૂર્ણ કર્યા પછી) મરણ પામશે તે લબ્ધિ પર્યાપ્ત કહેવાય છે.
પ્ર. ૪૫૬. કરણ પર્યાપ્ત કોને કહેવાય ?
ઉ. : જે જીવો પોતાને યોગ્ય જે પર્યાપ્તિઓ છે તે પૂર્ણ કરે તે કરણ પર્યાપ્ત કહેવાય છે.
પત્તેઅતણુ પત્તે, - ઉદએણે દંતઅòિમાઇ થિરું ।
નાભુવરિ સિરાઇ સુ ં, સુભગાઓ સવ્વજણઇટ્ટો ॥ ૪૯ ॥
ભાવાર્થ :
જે જીવોને એક એક શરી૨ પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક કહેવાય છે. જે કર્મના ઉદયથી હાડકા, ડોક, મસ્તક વગેરે સ્થિર મળે તે સ્થિર નામકર્મ, નાભિની ઉપરનો ભાગ શુભ નામકર્મ અને સર્વ જનને પ્રિય થાય તે સુભગ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૫૭. પ્રત્યેક નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી એક એક જીવોને એક એક શરીર જુદા જુદા પ્રાપ્ત થાય છે તે પ્રત્યેક નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૫૮. સ્થિર નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવોને દાંત, હાડકાં, ગ્રીવા, મસ્તક વગેરે સ્થિર મળે છે તે સ્થિર નામકર્મ કહેવાય છે આ સામાન્યથી અર્થ જાણવો.
પ્ર. ૪૫૯. શુભ નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવોને વિષે નાભિના ઉપરના અવયવો હોય છે તે શુભ નામકર્મ કહેવાય છે.
Jain Education International
૭૩
For Private and Personal Use Only
www.jainelibrary.org