________________
ભાવાર્થ :
સુરભિ-દુરભિ બે ગંધ, તિકત-કટુ-કસાય-આમ્લ તથા મધુર એ પાંચ રસ, ગુરૂ (ભારે), લઘુ (હલકો), મૃદુ (કોમલ), ખર (ખરબચડો), શીત-ઉષ્ણ-
સ્નિગ્ધ (ચીકણો), રૂક્ષ (લુખો) એ આઠ સ્પર્શ હોય છે.
પ્ર. ૪૦૧. સુરભિ ગંધ નામકર્મ કોને કહેવાય ?
ઉ. જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર કપૂરાદિની જેમ, ચંદનની જેમ, સુગંધી (સારી ગંધવાળું) થાય છે તે સુરભિ ગંધ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૦૨. દુરભિ ગંધ નામકર્મ કોને કહેવાય ?
ઉ.: જે કર્મના ઉદયથી જીવોનાં શરીરને વિષે લસણ આદિની જેમ દુર્ગધ પ્રાપ્ત થાય તે દુરભિ ગંધ નામકર્મ કહેવાય છે.
બન્ને ગંધના સંયોગથી જે વિલક્ષણ ગંધ ઉત્પન્ન થાય તેને જુદી ગણેલી નથી કારણ કે સંયોગથી ઉત્પન્ન થતી હોવાથી એ ભેદની અને વિવેક્ષા કરેલ નથી.
પ્ર. ૪૦૩. તિક્ત રસ નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવના શરીરને વિષે લીંબડાની જેમ કડવા રસનો સ્વાદ જણાય તે તિત રસ નામકર્મનો ઉદય કહેવાય છે.
પ્ર. ૪૦૪. કટુ રસ નામકર્મ કોને કહેવાય ?
ઉ. જે કર્મના ઉદયથી જીવનું શરીર મરી (મરચા) વગેરે જેવું કટુ થાય (કટુ =તીખો) તેને કટુ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૦૫. કષાય રસ નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર કસાય = સુરા રસવાળું થાય તે કષાય રસ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૦૬. આમ્લ રસ નામકર્મ કોને કહેવાય ?
ઉ. જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર આંમલીની જેમ ખાટું થાય તે આમ્સ રસ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૦૭. મધુર રસ નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર શેરડી આદિની જેમ મધુર-મીઠા સ્વાદવાળું થાય તે મધુર રસ નામકર્મ કહેવાય છે. - પ્ર. ૪૦૮. લવણ રસને જુદો કેમ ન કહ્યો ?
ઉ. મધુર રસ આદિના સંસર્ગથી પેદા થતો હોવાથી તેની જુદી લિવક્ષા કરેલ નથી. બધા રસોમાં લવણ નાખે તો જ સ્વાદ ઉત્પન્ન થાય છે.
પ્ર. ૪૦૯. ગુરૂસ્પર્શ નામકર્મ કોને કહેવાય ? ઉ.ઃ જે કર્મના ઉદયથી પ્રાણીઓનું શરીર વજાદિની જેમ ભારે થાય તે ગુરૂસ્પર્શ
૬૫
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org