________________
ઉ. : જે કર્મના ઉદયથી જીવોને ઉચ્છવાસ નિચ્છવાસ લેવા મૂકવાની શક્તિરૂપ લબ્ધિ પેદા કરાવી આપે તે ઉચ્છવાસ નામકર્મ કહેવાય છે.
રવિબિંબે ઉ જિઅંગ, તાવજુઅં આયવાઉ ન ઉ જલણે । જમુસિણફાસસ્ય તહિં, લોહિઅવણસ્ય ઉદઉત્તિ ॥ ૪૪ ॥
ભાવાર્થ :
સૂર્યના બિંબમાં રહેલા પૃથ્વીકાય જીવોનું શરીર અનુષ્ણ હોવા છતાં બીજા જીવોને ઉષ્ણ પ્રકાશ આપે તે આતપ નામકર્મ કહેવાય છે.અગ્નિમાં ઉષ્ણ સ્પર્શનો ઉદય છે તથા લોહિત વર્ણનો ઉદય રૂપ નામકર્મના ઉદયથી લાલવર્ણ છે.
પ્ર. ૪૩૧. આતપ નામકર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવનું પોતાનું ઔદારિક શરીર અનુષ્ણ હોવા છતાં ઉષ્ણ પ્રકાશને જે આપે છે તે આતપ નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૩૨. આતપ નામકર્મનો ઉદય કયા જીવોને હોય ?
ઉ. : આતપ નામકર્મનો ઉદય એક માત્ર સૂર્યના વિમાનમાં બહારના ભાગમાં રહેલા પૃથ્વીકાય જીવોનો હોય છે. તે સિવાય કોઈને હોતો નથી. અણુસિણપયાસરૂવં, જિઅંગમુજ્જોઅએ ઇહુઆ । જઇ-દેવુત્તવિ±િઅ,-જોઇસ-ખજ્જોઅમાઇલ્વ ॥ ૪૫ ||
..
ભાવાર્થ :
અનુષ્ણરૂપ પ્રકાશને જે કરે છે તે ઉદ્યોત નામકર્મ કહેવાય છે. ઉત્તર વૈક્રીય શરીર કરતા યતિઓને, દેવોને, જ્યોતિષીઓને, ખજવા, તારા, ચંદ્ર વગેરેને તેનો ઉદય હોય છે.
પ્ર. ૪૩૩. ઉદ્યોત નામકર્મ કોને કહેવાય ?
ઉ. ઃ જે કર્મના ઉદયથી પોતાનું શરીર અનુષ્ણ હોય અને તે બીજાને પણ અનુષ્ય પ્રકાશ આપતા હોય તે ઉદ્યોત નામકર્મ કહેવાય છે.
પ્ર. ૪૩૪, ઉદ્યોત નામકર્મનો ઉદય કોને કોને હોય ?
ઉ. : ઉદ્યોત નામકર્મનો ઉદય ઉત્તર વૈક્રીય શરીર કરતા યતિઓને, દેવોને હોય, જ્યોતિષી દેવતાઓને હોય, ખજવાં, તારા તથા ચંદ્રના વિમાનમાં રહેલા પૃથ્વીકાય જીવોનાં શરીરો પણ એવા હોય છે.
અંગે ન ગુરુ ન લહુઅં જાયઇ જીવસ્સ અગુરુલહુઉદયા | તિસ્થેણ તિહુઅણસ્સવિ, પુજ્જો સે ઉદઓ કેવલિણો ॥ ૪૬ ॥
ભાવાર્થ :
જીવોને શ૨ી૨ ભારે ન હોય તથા હલકું પણ ન હોય તે અગુરૂલઘુ નામકર્મ કહેવાય છે. તીર્થંક૨ નામકર્મના ઉદયથી ત્રણે લોકમાં પૂજનીક બનાવે અને તે કેવલજ્ઞાન
૬૯
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org