________________
ભાવાર્થ :
પુરૂષનો અભિલાષ તે સ્ત્રીવેદ, સ્ત્રીનો અભિલાષ તે પુરૂષવેદ કહેવાય છે. ઉભયનો અભિલાષ તે નપુંસકવેદ તે અનુક્રમે બકરીની લીંડીના અગ્નિ સરખો, ઘાસના અગ્નિ સરખો, તથા નગરના દાહ સરખો કહેલો છે.
પ્ર. ૨૭૭. પુરૂષવેદ મોહનીય કર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના વશથી (પરતંત્રતાથી) સ્ત્રીને સેવવાનો અભિલાષ થાય તે પુરૂષવેદ મોહનીય કર્મ કહેવાય છે.
પ્ર. ૨૭૮ પુરૂષવેદ મોહનીય કોના જેવું જણાવ્યું છે ?
ઉ. પુરૂષવેદ મોહનીય કર્મ ઘાસના અગ્નિ સરખો કહ્યો છે જેમ ઘાસનો અગ્નિ સળગ્યા પછી થોડીવારે શાંત થઈ જાય છે તેની જેમ પુરૂષવેદ પણ જલ્દી શાંત થઈ જાય છે.
પ્ર. ૨૭૯. સ્ત્રીવેદ મોહનીય કર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી (પરતંત્રતાથી) જીવોને પુરૂષને સેવવાનો અભિલાષ (વાંછા) પેદા થાય તે સ્ત્રીવેદ મોહનીય કર્મ કહેવાય છે.
પ્ર. ૨૮૦. સ્ત્રીવેદ કર્મ કોના જેવું કહેલું છે ?
ઉ. સ્ત્રીવેદ કર્મ બકરીના લીંડીના અગ્નિ સરખું કારણ કે બકરીની લીંડીઓનો અગ્નિ પેદા થાય પછી બહારથી શાંત થયેલો દેખાય પણ અંદર અંદર સળગ્યા કરતો હોય છે, અને લાંબા ગાળે શાંત પામે છે તેમ આ વેદના ઉદયમાં જાણવું.
પ્ર. ૨૮૧. નપુંસકવેદ મોહનીય કર્મ કોને કહેવાય ?
ઉ. : જે કર્મના ઉદયથી જીવોને પુરૂષ તથા સ્ત્રી બન્નેને સેવવાનો અભિલાષ પેદા થાય તેને નપુંસકવેદ કહેવાય છે. - પ્ર. ૨૮૨. નપુંસકવેદ કોના જેવો કહેલો છે ?
ઉ. : નપુંસકવેદ નગરના દાહ સરખો છે જેમ નગરમાં દાહ લાગે તો મોટે ભાગે શાંત થતો નથી તેમ આ વેદનો ઉદય પણ મોટે ભાગે શાંત પામતો નથી.
સુર-નર-તિરિ-નિરયા, હડિસરિસ નામકશ્મ ચિત્તિસમ |
બાયાલ-તિનવઇવિહં, તિઉત્તરસયં ચ સત્તટૂઠી ૨૩ || ભાવાર્થ :
દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ ચાર પ્રકારે આયુષ્ય કર્મ છે અને તે બેડી સરખું જણાવેલ છે. નામકર્મ ચિત્રકાર જેવું કહ્યું છે તે ૪ર-૯૩-૧૦૩ તથા ૬૭ પ્રકારે હોય છે.
પ્ર. ૨૮૩. આયુષ્ય કર્મ કેટલા પ્રકારે હોય છે અને કોના જેવું હોય છે ? ઉ. : ચાર. (૧) દેવાયુષ્ય (૨) મનુષ્યાયુષ્ય (૩) તિર્યંચાયુષ્ય તથા
૪૪
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org