________________
ભાવાર્થ :
એ પાંસઠમાં પ્રત્યેકની ૨૮ ઉમેરતાં ૯૩ પ્રકૃતિઓ સત્તામાં થાય છે. અથવા બંધન પાંચના પંદર ગણવાથી ૧૦૩ પ્રકૃતિઓ સત્તામાં થાય છે. બંધન તથા સંઘાતનના ભેદોને શરીર ભેગા ગણવાથી તથા વદિ ૨૦ ભેદોની જગ્યાએ સામાન્યથી વણદિર ૪ ભેદો ગણવાથી ૬૭ નામ કર્મના ભેદો થાય છે.
આ સડસઠ ભેદો બંધમાં તથા ઉદયમાં લેવાય છે. બંધને વિષે સમ્યકૃત્વ મોહનીય તથા મિશ્ર મોહનીય બે ન ગણતાં બંધમાં કુલ ઉત્તર પ્રવૃતિઓ ૧૨૦ ગણાય છે. ઉદયમાં ઉત્તર પ્રવૃતિઓ ૧૨૨ ગણાય છે. તથા સત્તામાં ઉત્તર પ્રવૃતિઓ ૧પ૮ ગણાય છે.
- પ્ર. ૩૦૪. નામકર્મની ૯૩ પ્રવૃતિઓ કેવી રીતે થાય છે ? કયા ઉપયોગમાં આવે છે ?
ઉ. : ઉપર જણાવેલી પિંડ પ્રકતિઓની ૬૫ પ્રકતિઓ તથા પ્રત્યેક ૮ ત્રણ ૧૦ અને સ્થાવરની ૧૦ ગણતાં ૯૩ પ્રકૃતિઓ થાય છે તે આ પ્રમાણે :
ગતિ-૪ : નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. જાતિ-૫ : એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરીન્દ્રિય અને પંચેન્દ્રિય. શરીર-૫ : ઔદારીક, વૈક્રિય, આહારક, તેજસ અને કાશ્મણ શરીર. અંગોપાંગ-૩ : ઔદારિક, વૈક્રિય અને આહારક અંગોપાંગ. બંધન-૫ : દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્પણ બંધન. સંઘાતન-પ : ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્યણ સંઘાતન.
સંઘયણ-૬ : વજઋષભનારાચ, ઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કીલીકા અને છેવકું સંઘયણ.
સંસ્થાન-૬ : સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, કુન્જ, વામન અને હૂંડક, વર્ણ-૫ : કાળો, લીલો, લાલ, પીળો અને સફેદ. ગંધ-૨ : સુરભિ અને દુરભિ. રસ-પ : કડવો, તીખો, તુરો, ખાટો અને મીઠો.
સ્પર્શ-૮ ગુરૂ (ભારે), લઘુ (હલકો), શીત, ઉષ્ણ, મૃદુ (કોમળ), કર્કશ, સ્નિગ્ધ અને રૂક્ષ (લખો).
આનુપૂર્વ-૪ : નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવાનુપૂર્વી. વિહાયોગતિ-૨ : શુભ અને અશુભ.
પ્રત્યેક નામકર્મની-૮ : (૧) પરાઘાત (૨) ઉચ્છવાસ (૩) આતપ (૪) ઉદ્યોત (૫) અગુરુલઘુ (૬) જિન (તીર્થંકર) નામ (૭) નિર્માણ તથા (૮) ઉપઘાત.
ત્રણ- ૧૦ : ૧-ત્રસ, ર-બાદર, ૩-પર્યાપ્ત, ૪-પ્રત્યેક, પસ્થિર, ૬-શુભ, ૭ સુભગ, ૮-સુસ્વર, ૯-આદેય, ૧૦-યશનામકર્મ.
૪૯
Jain Education International
For Private and Personal Use Only
www.jainelibrary.org