________________
પ્ર. ૨૪૭, અપ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ?
ઉ. : જે કષાયોના ઉદયથી જીવને જરા પણ (નાનામાં નાનું) પચ્ચક્ખાણ કરવાનું મન ન થાય અર્થાત્ કોઈ પણ પચ્ચક્ખાણ કરવા ન દે તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે.
પ્ર. ૨૪૮, પ્રત્યાખ્યાનીય કષાય કોને કહેવાય ?
ઉ. : જેના ઉદયથી જીવોને થોડા ઘણાં પચ્ચક્ખાણો ઉદયમાં આવી શકે પણ સંપૂર્ણ સર્વવિરતિનાં પચ્ચક્ખાણોને જે આવવા ન દે તે પ્રત્યાખ્યાનીય કષાય કહેવાય
d.
પ્ર. ૨૪૯, સંજવલન કષાય કોને કહેવાય ?
ઉ. : જે કષાયોના ઉદયથી સર્વવિરતિ પ્રાપ્ત કરેલ જીવોને પરિષહ ઉપસર્ગો વિગેરે પરિણામને મલીન કરી અતિચાર લગાડે અર્થાત્ પરિણામને બાળે તે સંજવલન કષાય કહેવાય છે.
જાજીવ-વરિસ-ચઉમાસ, પક્ષગા નિરયતિરિઅ-નર અમરા સમ્માણુ-સવિરઈ, અહખાયચરિત્ત ઘાયકરા ॥ ૧૮ ॥
ભાવાર્થ :
અનંતાનુબંધી કષાયનું કાળ માન યાવજ્જીવ સુધીનું કહેલ છે. અપ્રત્યાખ્યાનીય કષાયનું એક વરસ સુધીનું કહેલું છે. પ્રત્યાખ્યાનીય કષાયનું કાળમાન ચાર માસનું કહેલુ છે. જ્યારે સંજવલન કષાયનું કાળમાન પંદર દિવસનું જણાવેલ છે.
અનંતાનુબંધી કષાય નરકનું આયુષ્ય, અપ્રત્યાખ્યાનીય કષાય તિર્યંચનું આયુષ્ય, પ્રત્યાખ્યાનીય કષાય મનુષ્યનું આયુષ્ય, સંજવલન કષાય દેવનું આયુષ્ય બાંધવામાં નિમિત્ત ભૂત થાય છે. અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વ ગુણનો ઘાતક છે. (નાશ કરનાર થાય છે).
અપ્રત્યાખ્યાનીય કષાય દેશિવરતિ ગુણનો નાશ કરનાર થાય છે. પ્રત્યાખ્યાનીય કષાય સર્વવિરતિ ગુણનો નાશ કરનાર થાય છે. જ્યારે સંજવલન કષાય યથાખ્યાત ચારિત્રનો નાશ કરનાર થાય છે.
પ્ર. ૨૫૦. અનંતાનુબંધી કષાયની સ્થિતિ (કાળ) કેટલી કહેલી છે ? ઉ. : અનંતાનુબંધી કષાયો યાવજ્જીવ સુધી રહે છે.
પ્ર. ૨૫૧. અપ્રત્યાખ્યાનાદિ ત્રણ કષાયોની સ્થિતિ (કાળ) કેટલી જણાવેલી
છે ?
ઉ. : અપ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ એક વરસની કહેલી છે. એક વરસથી અધિક થાય તો અનંતાનુબંધી કષાય ગણાય છે. પ્રત્યાખ્યાનીય કષાયની સ્થિતિ ચા૨ માસ ની જણાવેલી છે. સંજવલન કષાયોની સ્થિતિ પંદર દિવસની જણાવેલી છે. આ
Jain Education International
30
For Private and Personal Use Only
www.jainelibrary.org