________________
પ્ર. ૧૯૫. અથવા મનઃપર્યવજ્ઞાન કેટલા પ્રકારે છે ? કયા કયા ?
ઉ. : મનઃપર્યવજ્ઞાન ચા૨ પ્રકારે છે તે આપ્રમાણે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી અપેક્ષાએ કહેવાય છે.
પ્ર. ૧૯૬. દ્રવ્યથી ૠજુમતિ, વિપુલમતિ, મનઃપર્યવજ્ઞાની શું જાણી શકે
છે ?
ઉ. : દ્રવ્યથી ઋજુમતિ મનઃપર્યવજ્ઞાની અનંત અનંત પ્રદેશી કંધોને જાણે છે અને જુએ છે.
વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની અનંત અનંત પ્રદેશી કંધોને અધિકતર અને શુદ્ધ રીતે જુએ છે અને જાણે છે.
પ્ર. ૧૯૭. ક્ષેત્રથી ઋજુમતિ તથા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની શું જાણી તથા જોઈ શકે છે ?
ઉ. : ક્ષેત્રથી ૠજુમતિ મનઃપર્યવજ્ઞાની અધોલોક ગામમાં રહેલા સન્ની પંચેન્દ્રિય જીવોના ભાવોને, તિતિલોકમાં અઢી દ્વિપમાં રહેલા જીવોના ભાવોને, ઉર્ધ્વલોકમાં જ્યોતિષી દેવોના ઉપરના તલને જુએ છે અને જાણી શકે છે. જ્યારે વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની તેનાથી (અઢી દ્વીપથી) અઢી અંગુલ અધિક અને વિશુદ્ધિતર રીતે જુએ છે અને જાણી શકે છે.
પ્ર. ૧૯૮. કાલથી ૠજુમતિ તથા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની શું જાણી શકે
છે તથા જોઈ શકે ?
:
ઉ. ઃ કાલથી ૠજુમતિ મનઃપર્યવજ્ઞાની જઘન્યથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ભૂતકાળનો તથા ભવિષ્યકાળનો જુએ છે તથા જાણી શકે છે. જ્યારે વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની તે ૠજુમતિ કરતાં અધિકતર જાણે છે તથા જોઈ શકે છે.
જીતકલ્પ ભાષ્યમાં પણ કહ્યું છે કે ઃ
કાલઉ ઉજ્જૈનઈ ઉ, જહન્ન ઉક્કોસએ વિ પલિયમ્સ । ભાગમસંખિજ્જઈમ અતીયએસ્સેવ કાલદુગે ॥ ૧ ॥ જાણઈ પાસઈ તેઉ, મણિજ્જમાણે સંનિજીવાણું । તે ચેવય વિઉલમઈ, વિતિમિર સુદ્ધે ઉ જાણે ઈ ॥ ૨ ॥
પ્ર. ૧૯૯, ભાવથી ૠજુમતિ તથા વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની જીવો શું જાણે છે તથા જુએ છે ?
ઉં. : ભાવથી ૠજુમતિ ચિંતવેલા મૂર્ત અથવા અમૂર્ત ત્રણે કાલના વિષયના બાહ્ય અર્થને અનુમાનથી જ જાણે છે જ્યારે વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની બાહ્ય અને અત્યંતર બંને પ્રકારના વિષયોને સ્ફુટતર ઘણાં વિશેષતર અધ્યવસાય વડે જાણે છે અને જુએ છે.
Jain Education International
૨૮
For Private and Personal Use Only
www.jainelibrary.org